અંકલેશ્વર: દઢાલ ગામેથી વિદેશી દારૂ સહિત રૂ7.78 લાખનો મુદ્દામાલ ઝડવાના મામલામાં ફરાર બુટલેગરની ધરપકડ

દઢાલ ગામની સિધ્ધેશ્વર રેસીડેન્સીમાં ટાટા ટેમ્પોમાંથી વિદેશી દારૂનો જથ્થો મળી કુલ ૭.૭૮ લાખનો મુદ્દામાલ કબ્જે કરવાના મામલામાં પોલીસે ફરાર બુટલેગરની ધરપકડ કરી

New Update
Dadhal Village Foreign Liquor
ભરૂચ ક્રાઇમ બ્રાન્ચે અંક્લેશ્વરના દઢાલ ગામની સિધ્ધેશ્વર રેસીડેન્સીમાં ટાટા ટેમ્પોમાંથી વિદેશી દારૂનો જથ્થો મળી કુલ ૭.૭૮ લાખનો મુદ્દામાલ કબ્જે કરવાના મામલામાં પોલીસે ફરાર બુટલેગરની ધરપકડ કરી
ભરૂચ ક્રાઇમ બ્રાન્ચને બાતમી મળી હતી કે અંક્લેશ્વર ગાયત્રી મંદીર પાસે રહેતો નેવીલ મનહર ગાંધીએ બંધ બોડીનો ટેમ્પોમાં વિદેશી દારૂનો જથ્થો મંગાવી દઢાલ ગામમાં આવેલ સિધ્ધેશ્વર રેસીડેન્સીમાં સંતાડી રાખેલ છે.ઇક્કો કારમાં સગેવગે કરનાર છે.અને હાલ ટેમ્પો તેમજ ઇક્કો ગાડી સોસાયટીમાં પડેલ છે.જેવી બાતમીના આધારે પોલીસે દઢાલ ગામમાં આવેલ સિધ્ધેશ્વર રેસીડેન્સીમાં દરોડા પાડ્યા હતા.
પોલીસે બંને વાહનોમાંથી વિદેશી દારૂની ૧૬૪૪ નંગ બોટલ મળી કુલ ૭.૭૮ લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને ઉમિયા નગર ગાયત્રી મંદિર પાસે રહેતો નેવીલ મનહર ગાંધીને વોન્ટેડ જાહેર કરી તપાસ હાથ ધરી હતી દરમ્યાન ફરાર બુટલેગર નેવીલ ગાંધીની બી ડિવિઝન પોલીસે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.