ભરૂચ: ઝઘડિયા નજીક રોંગ સાઈડ પર આવતી ST બસ અને કાર વચ્ચે અકસ્માત, 2 લોકોના મોત-7 ઇજાગ્રસ્ત

બિસ્માર માર્ગના પગલે રાજપીપળા ડેપોની એસટી બસ રોંગ સાઈડ પર આવી રહી હતી તે દરમિયાન સામેથી આવતી ઇકો કાર સાથે અકસ્માત સર્જાયો અકસ્માતમાં 2 લોકોએ જીવ ગુમાવ્યો

New Update
ST Bus Accident
ભરૂચના ઝઘડિયા તાલુકાના વાઘપુરા ગામ નજીક એસટી બસ અને કાર વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં બે લોકોના મોત નિપજ્યા હતા જ્યારે 7 લોકોને ઈજા પહોંચી હતી ભરૂચના ઝઘડિયા તાલુકાના વાઘપુરા ગામ નજીક આજરોજ સવારના સમયે ગમખ્વાર માર્ગ અકસ્માત સર્જાયો હતો. બિસ્માર માર્ગના પગલે રાજપીપળા ડેપોની એસટી બસ રોંગ સાઈડ પર આવી રહી હતી તે દરમિયાન સામેથી આવતી ઇકો કાર સાથે અકસ્માત સર્જાયો હતો.
આ અકસ્માતમાં ઇકો કારમાં સવાર 2 લોકોના મોત નિપજ્યા હતા જ્યારે અન્ય 7 લોકોને ઈજા પહોંચી હતી. બનાવની જાણ થતા જ લોકોના ટોળા ભેગા થઈ ગયા હતા અને ઈજાગ્રસ્તોને સારવાર અર્થે ખસેડયા હતા. તો ઝઘડિયા પોલીસના કાફલાએ પણ ઘટના સ્થળે પહોંચી મૃતકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી વધુ તપાસ હાથ ધરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે બિસ્માર માર્ગના પગલે વાહનો રોંગ સાઈડ પર ચલાવવાની ફરજ પડે છે ત્યારે અકસ્માતના અનેક બનાવો સામે આવે છે આવા બિસ્માર માર્ગોનું વહેલી તકે સમારકામ કરાવવામાં આવે તેવી માંગ ઉઠી છે.
Latest Stories