New Update
ભરૂચના આમોદના બોડકા ગામ નજીકનો બનાવ
એસ.ટી.બસ અને ટ્રક વચ્ચે અકસ્માત
ટ્રકનું ટાયર ફાટતા અકસ્માત સર્જાયો
અકસ્માતમાં 5 મુસાફરો ઇજાગ્રસ્ત
ઇજાગ્રસ્તને સારવાર અર્થે ખસેડાયા
ભરૂચના આમોદના બોડકા ગામ નજીક એસ.ટી.બસ અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાતા દોડધામ મચી જવા પામી હતી.અકસ્માતમાં બસમાં સવાર 5 મુસાફરોને ઇજા પહોંચતા સારવાર અર્થે ખસેડાયા હતા.
ભરૂચના આમોદ તાલુકાના બોડકા ગામ નજીક માર્ગ અકસ્માત સર્જાયો હતો. બોડકા ગામ નજીક બસ અને ટ્રક વચ્ચે થયેલા અકસ્માતમાં બસમાં મુસાફરી કરી રહેલા ચારથી પાંચ મુસાફરોને ઇજાઓ પહોંચી હતી. ટ્રકનું ટાયર અચાનક ફાટી જતા ટ્રક ડ્રાઈવરે વાહન પરનો કાબુ ગુમાવ્યો હતો અને સામે આવી રહેલી બસ સાથે ભટકાતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માત બાદ દોડધામ મચી જવા પામી હતી.
ઘટનાની જાણ થતાં જ 108 ઈમરજન્સી સેવા ઘટનાસ્થળે પહોંચી હતી અને ઇજાગ્રસ્ત તમામ મુસાફરોને તાત્કાલિક સારવાર માટે આમોદ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવ્યા હતા. અકસ્માત અંગે જાણ થતા જ સ્થાનિક ધારાસભ્ય ડી.કે સ્વામી પણ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યા હતા તેમણે ઇજાગ્રસ્તોના આરોગ્યની વિગતો મેળવી હોસ્પિટલ તથા પોલીસ વિભાગ સાથે સંપર્ક કરી તમામ જરૂરી સહાય પૂરું પાડવા માટે સૂચનાઓ આપી હતી.
Latest Stories