અંકલેશ્વર: GIDCમાં અતુલ કંપની નજીક ડમ્પરે મોપેડને ટક્કર મારતા અકસ્માત, મોપેડ સવાર યુવાનનું મોત

અંકલેશ્વર જીઆઈડીસીની અતુલ કંપની નજીક ડમ્પર અને મોપેડ વચ્ચે થયેલી જોરદાર ટક્કરમાં મોપેડ પર સવાર રેહાન મકસુદ અન્સારીનું ઘટના સ્થળે જ કરુણ મોત નિપજ્યું

New Update
ankleshwar gidc accident
અંકલેશ્વરના જી.આઈ.ડી.સી. વિસ્તારમાં આવેલ અતુલ કંપની નજીક અકસ્માત સર્જાયો હતો. ડમ્પર અને મોપેડ વચ્ચે થયેલી આ જોરદાર ટક્કરમાં મોપેડ પર સવાર રેહાન મકસુદ અન્સારી (રહે. સુરત)નું ઘટના સ્થળે જ કરુણ મોત નિપજ્યું હતું. જ્યારે તેનો સાથી ફારુક કાળુભાઈ મેહેતરને નાની-મોટી ઇજાઓ થતાં તાત્કાલિક ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો.
બંને ઈસમો સુરતથી અંકલેશ્વર રોજિંદા ધંધાકીય કામે અપડાઉન કરતા હતા. અકસ્માત બાદ ડમ્પર ચાલક ડમ્પર છોડી ફરાર થઈ ગયો હતો. ઘટનાની જાણ થતાં જ અંકલેશ્વર જી.આઈ.ડી.સી. પોલીસે સ્થળ પર પહોંચી અકસ્માતનો ગુનો નોંધ્યો અને વધુ તપાસ શરૂ કરી છે.
Latest Stories