New Update
ભરૂચના દહેજમાં બન્યો હતો હત્યાનો બનાવ
ન્યુ વાડિયા ગામે પરપ્રાંતીય કામદારની થઈ હતી હત્યા
આરોપીની પોલીસે કરી ધરપકડ
રૂમમાં આવવા જવા બાબતે સાથી કામદારે હત્યા કરી
બેટના ફટકા મારી કરાય હતી હત્યા
ભરૂચના દહેજના ન્યુ વાડિયા ગામે અંગત અદાવતે પર પ્રાંતીય કામદારની બેટના ફટકા મારી હત્યા કરનાર આરોપીની પોલીસે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ભરૂચના દહેજમાં કંપનીમાં કામ કરતા કામદારોની વસાહતમાં હત્યાના બનાવથી ચકચાર મચી જવા પામી હતી દહેજના ન્યુ વાડીયા ગામે કુલદીપ હાઉસમાં રહેતા અને મૂળ બિહારના પરમેશ્વર રામપ્રવેશ અને રાકેશસિંહ દયાલ નામના કામદારો વચ્ચે રૂમ પર આવવા જવા બાબતે બોલાચાલી થઈ હતી
જેમાં ઉશ્કેરાયેલા પરમેશ્વર રામપ્રવેશ નામના કામદારે મૃતક રાકેશસિંહ દયાળ પર ક્રિકેટ રમવાના બેટ વડે હુમલો કર્યો હતો જેમાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત તથા તેને અન્ય સાથી કામદારો દ્વારા ભરૂચની ખાનગી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો જ્યાં સારવાર દરમિયાન તેનું મોત નિપજ્યું હતું.આ મામલે દહેજ પોલીસે આરોપી વિરુદ્ધ હત્યા અંગેનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી દરમ્યાન પોલીસે ગણતરીના દિવસોમાં જ આરોપી પરમેશ્વર રામપ્રવેશની ધરપકડ કરી તેની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે