અંકલેશ્વર: રવિકૃષિ મહોત્સવમાં 12 ખેડૂતોને ખેતીવિષયક સાધનોનું વિતરણ, MLA ઇશ્વરસિંહ પટેલ રહ્યા ઉપસ્થિત

અંકલેશ્વરમાં ખેતીવાડી વિભાગ દ્વારા ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલની અધ્યક્ષતામાં વિકાસ સપ્તાહ અંતર્ગત રવિ કૃષિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું...।

New Update
  • અંકલેશ્વરમાં કરવામાં આવ્યું આયોજન

  • રવિકૃષિ મહોત્સવનું આયોજન

  • વિકાસ સપ્તાહની ઉજવણી

  • 12 ખેડૂતોને સાધન સહાયનું વિતરણ

  • ધારાસભ્ય ઇશ્વરસિંહ પટેલ રહ્યા ઉપસ્થિત

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જનસેવા યાત્રાના ૨૪ વર્ષ પૂર્ણ થવા નિમિત્તે ગુજરાતભરમાં તા. ૭ થી ૧૫ ઓક્ટોબર દરમિયાન વિકાસ સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે. 
આ ઉજવણીમાં તા. ૧૪ ઓક્ટોબરના દિવસને કૃષિ વિકાસ દિન તરીકેની ઉજવણીના ભાગરૂપે  ખેતીવાડી વિભાગ અંકલેશ્વર દ્વારા ખેડૂતોને પ્રવર્તમાન સમયને અનુરૂપ કૃષિ પદ્ધતિઓ, ટેકનોલોજી અને નવતર અભિગમોથી પરિચિત કરાવવાના ઉદ્દેશ્ય સાથે ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલના અધ્યક્ષ સ્થાને રવિ કૃષિ મહોત્સવનું  શારદા ભવન ટાઉન હોલ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું.
આ કૃષિ મહોત્સવમાં  પ્રાંત અધિકારી ભવદીપસિંહ જાડેજા ,મામલતદાર કરણસિંહ રાજપૂત ,તાલુકા પંચાયતના પ્રમુખ પુષ્પા પટેલ ,તાલુકા વિકાસ અધિકારી હિરેન બારોટ ઉપસ્થિત રહ્યા હતા. ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે અંકલેશ્વર તાલુકાના 12  લાભાર્થી ખેડૂતોને ટ્રેકટર અને ખેતી વિષયક સાધનોના પેમેન્ટ ઓર્ડરનું વિતરણ કરવામાં આવ્યું હતું.આ કૃષિ મહોત્સવમાં 12 જેટલા કૃષિ વિષયક સ્ટોલ પણ ઉભા કરવામાં આવ્યા હતા. 
Latest Stories