ભરૂચ પોલીસ વેલ્ફર સોસાયટી દ્વારા આયોજિત સેફ એન્ડ સિક્યોર નવરાત્રી મહોત્સવમાં “આહિર મહારાસ” આકર્ષણનું કેન્દ્ર

પોલીસ વેલ્ફર સોસાયટી દ્વારા આયોજિત સેફ એન્ડ સિક્યોર નવરાત્રી મહોત્સવમાં વિશેષ આકર્ષણરૂપે આહિર મહારાસમાં આહિર સમાજના ભાઈઓ અને બહેનો પરંપરાગત વસ્ત્રોમાં સજ્જ થઈ ગરબા રમતા જોવા મળ્યા

New Update
  • પોલીસ વિભાગ દ્વારા હોટલ ગ્રાઉન્ડ ખાતે આયોજન કરાયું

  • પોલીસ વેલ્ફર સોસાયટી દ્વારા સેફ એન્ડ સિક્યોર નવરાત્રી

  • નવરાત્રી મહોત્સવમાં આઠમા નોરતે ગરબાની રમઝટ જામી

  • આહિર સમાજ દ્વારા આહિર મહારાસનું સુંદર આયોજન કરાયું

  • પરંપરાગત વસ્ત્રોમાં આહિર સમાજના ભાઈઓ-બહેનો જોડાયા

  • આહિર મહારાસ હાજર લોકોમાં ભારે આકર્ષણનું કેન્દ્ર બન્યું

ભરૂચ શહેરના હોટલ ગ્રાઉન્ડ ખાતે પોલીસ વેલ્ફર સોસાયટી દ્વારા આયોજિત સેફ એન્ડ સિક્યોર નવરાત્રી મહોત્સવમાં આઠમા નોરતે આહિર મહારાસનું આયોજન કરવામાં આવ્યું હતું. આહિર સમાજના ભાઈ-બહેનો પરંપરાગત વસ્ત્રોમાં સજ્જ થઈ ગરબા રમતા લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા.

ભરૂચમાં મંગળવારે આઠમા નોરતે વરસાદે વિરામ લેતા શહેરના ગરબા રસિકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. શહેરના હોટલ ગ્રાઉન્ડ પર પોલીસ વેલ્ફર સોસાયટી દ્વારા આયોજિત સેફ એન્ડ સિક્યોર નવરાત્રી મહોત્સવમાં મોટી સંખ્યામાં ખેલૈયાઓએ હાજરી આપી હતી. આ મહોત્સવમાં લોકગાયક ભાવેશ આહિરસોનાલી શિંદે અને મનદીપસિંહની ટીમે પોતાની ગાયકીથી ખેલૈયાઓને ગરબે ઝૂમાવ્યા હતાજ્યાં સૂરાવલી વાગતા જ હજારોની સંખ્યામાં ભેગા થયેલા ભરૂચના ખેલૈયાઓ રંગીન વસ્ત્રોમાં જુમતા જોવા મળ્યા હતા.

નવરાત્રી મહોત્સવમાં ભરૂચ જિલ્લા પોલીસ વડા અક્ષયરાજ મકવાણાઆર.ડી.સી એન.આર.ધાંધલ સહિત આહિર સમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. પોલીસ પરિવારના સભ્યોની સાથે સમાજના લોકો એકતા સાથે જોડાતા કાર્યક્રમનું ગૌરવ વધ્યું હતું.

પોલીસ વેલ્ફર સોસાયટી દ્વારા આયોજિત સેફ એન્ડ સિક્યોર નવરાત્રી મહોત્સવમાં વિશેષ આકર્ષણરૂપે આહિર મહારાસમાં આહિર સમાજના લગભગ 100થી 150 જેટલા ભાઈઓ અને બહેનો પરંપરાગત વસ્ત્રોમાં સજ્જ થઈ ગરબા રમતા જોવા મળ્યા હતા. તેમની હાજરીથી કાર્યક્રમમાં પરંપરા અને સાંસ્કૃતિક રંગત વધારી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કેપોલીસ વેલ્ફર સોસાયટી દ્વારા આયોજિત સેફ એન્ડ સિક્યોર નવરાત્રી મહોત્સવનો હેતુ લોકોને સુરક્ષિત વાતાવરણમાં પરંપરાગત લોકોત્સવ માણવાની તક આપવાનો છેત્યારે આ મહોત્સવમાં થયેલી વ્યવસ્થાપોલીસની હાજરી અને સંસ્કૃતિક ઝળક સાથે ભરૂચવાસીઓમાં નવલા નોરતા યાદગાર પળોનું સંભારણું બન્યા છે.

Latest Stories