New Update
અંકલેશ્વરમાં કરવામાં આવી હતી કામગીરી
SIR અંતર્ગત કરાય હતી કામગીરી
વોર્ડ નંબર 4માં કામગીરીમાં બેદરકારીના આક્ષેપ
આગેવાનો દ્વારા પ્રાંત અધિકારીને કરાય રજુઆત
મતદારોના ફોર્મ અપલોડ ન કરવામાં આવ્યા હોવાના આક્ષેપ
અંકલેશ્વર શહેરના વોર્ડ નંબર 4 ના SIR કામગીરી દરમ્યાન બુથ નંબર 130 મતદાર યાદીના ખાસ સુધારણા કાર્યક્રમ (SIR) દરમિયાન વ્યાપક ગેરરીતિ અને પ્રશાસનિક બેદરકારીના આક્ષેપ સાથે આગેવાન સાહિલ ઝગડિયાવાલા તેમજ અંકલેશ્વર-હાંસોટ વિધાનસભા યુથ કોંગ્રેસના પૂર્વ પ્રમુખ શરીફ કાનુગા દ્વારા ચૂંટણી અધિકારી અને પ્રાંત અધિકારીને લેખિત રજૂઆત કરવામાં આવી છે.
રજૂઆતમાં જણાવ્યા અનુસાર, સરકાર દ્વારા ચલાવવામાં આવેલી સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR)ની કામગીરી દરમિયાન અનેક પાત્ર મતદારોએ નિયમ મુજબ અને નિર્ધારિત સમયમર્યાદામાં પોતાના ફોર્મ ભર્યા હતા. તંત્ર દ્વારા આ ફોર્મ સ્વીકારી લેવામાં આવ્યા હોવા છતાં હજુ સુધી આ ફોર્મો ઓનલાઈન મતદાર ડેટાબેઝમાં અપલોડ કરવામાં આવ્યા નથી. આ ગંભીર બેદરકારીને કારણે સેંકડો મતદારો આગામી ચૂંટણીઓમાં મતાધિકારથી વંચિત રહી જાય તેવી સ્થિતિ નિર્માણ પામી છે.
અન્ય એક રજૂઆત એક નવો બુથ SIR કામગીરી પછી બનાવવામાં આવ્યો આ બૂથમાં ગ્રીનપાર્ક સોસાયટી અને ગુલનાર સોસાયટીના બુથને એક કરી બનાવવામાં આવ્યો અને આ બૂથમાં ગુલનાર સોસાયટીના જે મતદારોના હતા જે હાલ સ્થાને રેહતા પણ નથી તેઓના એડ્રેસમાં ગ્રીનપાર્ક સોસાયટી લખાઈને આવેલ છે અને જેઓ ગ્રીનપાર્ક સોસાયટીના પણ રહીશ નથી જે ગંભીર પ્રશ્નો ઊભા કરે છે.
આ અંગે અંકલેશ્વરના મામલતદાર કરણસિંહ રાજપૂતે ટેલીફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે રજૂઆતના આધારે તપાસ શરૂ કરવામાં આવી છે આવનારા દિવસોમાં હિયરિંગ સહિતની પ્રક્રિયા બાદ નિયમ મુજબ કામગીરી કરવામાં આવશે.
Latest Stories