ભરૂચ: હાંસોટના ઇલાવ લોકેશન પર 108 એમ્બ્યુલન્સની ફાળવણી, ઇમરજન્સીના સમયમાં લોકોને મળશે લાભ

ભરૂચના હાંસોટ તાલુકાના ઇલાવ લોકેશન પર 108 એમ્બ્યુલન્સની ફાળવણી કરવામાં આવી છે જેનો ઇમરજન્સી સમયે આસપાસના ગામના લોકો લાભ લઇ શકશે........

New Update
  • આરોગ્ય વિભાગનો મહત્વનો નિર્ણય

  • હાંસોટના ઇલાવ લોકેશન પર ફાળવણી કરાય

  • 108 એમ્બ્યુલન્સની ફાળવણી

  • આસપાસના ગ્રામજનોને મળશે લાભ

  • ત્વરિત આરોગ્ય સેવા પૂરી પાડવામાં આવશે

ભરૂચ જિલ્લાના હાંસોટ તાલુકાના ઇલાવ લોકેશન પર 108 એમ્બ્યુલન્સની ફાળવણી કરવામાં આવી છે. જેના કારણે ઇલાવ સહિત આસપાસના ગામોના લોકોને ઇમરજન્સી સમયે ઝડપી આરોગ્યસેવાનો લાભ મળશે.આ 108 એમ્બ્યુલન્સ ઇલાવ આરોગ્ય કેન્દ્ર પર તૈનાત રહેશે. જેમાં 2 પાયલટ અને 2 ઇએમટી ફરજ બજાવશે. 
અકસ્માત, પ્રસુતિ તેમજ અન્ય તાત્કાલિક બનાવોમાં દર્દીઓને સ્થળ પર જ પ્રાથમિક સારવાર આપી સમયસર નજીકની હોસ્પિટલમાં પહોંચાડવામાં આવશે.નજીકના ગામો અને વિસ્તારોમાં આરોગ્ય સેવાઓ વધુ સુદૃઢ બને તે હેતુથી આ પગલું લેવામાં આવ્યું છે. ગ્રામ્ય વિસ્તારના લોકો માટે આ એમ્બ્યુલન્સ સેવા જીવનરક્ષક સાબિત થશે.
Latest Stories