ભરૂચના આમોદ પાસે સ્ટેટ હાઇવે પર મીઠાનો જથ્થો ભરેલ ટ્રકને નડ્યો અકસ્માત

વરસાદ અને ભારે પવનને કારણે માર્ગ પર વૃક્ષ પડવાથી ટ્રકને અકસ્માત નડ્યો હતો,અને ટ્રક પલટી ખાતા તો બચી ગઈ હતી,પરંતુ ટ્રકમાં ભરેલ મીઠું મોટા પ્રમાણમાં રોડ પર પડીને પથરાય ગયું હતું.

New Update
Accident
ભરૂચ જિલ્લાના આમોદ તાલુકાના તણછા ગામ નજીકના સ્ટેટ હાઇવે પરથી પસાર થતી મીઠાનો જથ્થો ભરેલ ટ્રકને અકસ્માત નડ્યો હતો,જેના કારણે મીઠું રોડ પર પથરાય ગયું હતું.
Advertisment
ભરૂચ જિલ્લાના આમોદ તાલુકાના તણછા સ્ટેટ હાઇવે પરથી મીઠાનો જથ્થો ભરીને એક ટ્રક ભરૂચ તરફ આવી રહી હતી,તે સમય દરમિયાન વરસાદ અને ભારે પવનને કારણે માર્ગ પર વૃક્ષ પડવાથી ટ્રકને અકસ્માત નડ્યો હતો,અને ટ્રક પલટી ખાતા તો બચી ગઈ હતી,પરંતુ ટ્રકમાં ભરેલ મીઠું મોટા પ્રમાણમાં રોડ પર પડીને પથરાય ગયું હતું.જોકે સર્જાયેલા અકસ્માતમાં સદનસીબે કોઈ જાનહાની પહોંચી ન હતી.
Advertisment