New Update
/connect-gujarat/media/media_files/2025/07/21/bharuch-truck-accident-2025-07-21-15-11-44.jpg)
ભરૂચના વાલિયા-વાડી રોડ ઉપર ભુજીયા વડ પાસે ઇકકોને બચાવવા જતા ટ્રક ચાલકે ઉભેલ બે ટેમ્પોને ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો. નડિયાદથી પેપર બનાવવાની સામગ્રી લઈ બે ટેમ્પો ચાલક સોનગઢ પેપર મીલમાં વાલિયા તરફથી જઈ રહ્યા હતા.જે દરમિયાન આજરોજ સવારે વાલિયા-વાડી રોડ ઉપર ભુજીયા વડ પાસે એક ટેમ્પોમાં ખામી સર્જાતા બંને ટેમ્પો માર્ગની બાજુમાં ઉભા હતા તે દરમિયાન પાછળથી એક ટ્રક આવી રહી હતી તે સમયે સામેથી આવતી ઇક્કો કારને ટ્રક ચાલકે બચાવવા જતા ઉભેલ ટેમ્પો સાથે ભટકાતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં કોઈને પણ જાનહાની થઈ નહતી પરંતુ ત્રણેય વાહનોમાં નુકશાન પહોંચ્યું હતું.અકસ્માત અંગે વાલિયા પોલીસે તપાસ હાથ ધરી છે.
Latest Stories