અંકલેશ્વર: રેલવે કર્મચારી ચાલુ ટ્રેને ચઢવા જતા પ્લેટફોર્મ અને ડબ્બા વચ્ચે ફસાયો, સલામત રીતે બહાર કઢાયો

અંકલેશ્વર રેલ્વે સ્ટેશન પર ચાલુ ટ્રેનમાં ચઢવા જતા યુવાન ડબ્બા અને પ્લેટફોર્મ વચ્ચે ફસાઈ ગયો હતો જેથી રેલવે પોલીસના કર્મચારીઓ અને મુસાફરો દોડી આવ્યા હતા અને યુવાનને સલામત રીતે બહાર કાઢ્યો

New Update
Ankleshwar Railway Station
અંકલેશ્વર રેલવે સ્ટેશન પર ચાલુ ટ્રેનમાં ચઢવા જતા યુવાન ડબ્બા અને પ્લેટફોર્મ વચ્ચે ફસાઈ ગયો હતો ત્યારે રેલ્વે પોલીસે તેને સલામત રીતે બહાર કાઢ્યો હતો અંકલેશ્વર રેલ્વે સ્ટેશન પર ચાલુ ટ્રેનમાં ચઢવા જતા યુવાન ડબ્બા અને પ્લેટફોર્મ વચ્ચે ફસાઈ ગયો હોવાનો વિડીયો વાયરલ થયો છે.આ અંગે મળતી વિગતો અનુસાર બે દિવસ પૂર્વે અંકલેશ્વર રેલવે સ્ટેશન પરથી પસાર થતી જયપુર સુપરફાસ્ટ એક્સપ્રેસ ટ્રેનમાં ચાલુ ટ્રેને ચઢવા જતા ડબ્બા અને પ્લેટફોર્મ વચ્ચે યુવાન ફસાઈ ગયો હતો..
આ અંગેની જાણ ટ્રેનના પાયલટને જાણ થતા તેણે ટ્રેન થોભાવી દીધી હતી તો બીજી તરફ રેલવે પોલીસના કર્મચારીઓ અને મુસાફરો દોડી આવ્યા હતા અને યુવાનને સલામત રીતે બહાર કાઢ્યો હતો.આ બાદ તપાસ કરતા યુવાન રેલવેમાં જ સિગ્નલ ટેક્નિશિયન તરીકે ફરજ બજાવતા ભેરુરામ ગેહલોત હોવાનું જાણવા મળ્યું છે. તે મધ્યપ્રદેશના સામગઢ ખાતે ફરજ બજાવે છે. યુવાનને ઇજા પહોંચતા તેને સારવાર ખસેડવામાં આવ્યો છે..
Latest Stories