અંકલેશ્વર .1.18 કરોડની કિંમતના વિદેશીદારૂના જથ્થા પર બુલ્ડોઝર ફેરવાયુ

વિદેશી દારૂના જથ્થા પર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું હતું. રૂપિયા 1.18 કરોડની કિંમતની એક લાખથી વધુ વિદેશી દારૂની બોટલ પર બુલ્ડોઝર ફેરવી તેનો નાશ કરવામાં આવ્યો

New Update
અંકલેશ્વરમાં તંત્રની કાર્યવાહી
વિદેશી દારૂના મોટા જથ્થાનો નાશ કરાયો
6 પોલીસ મથકમાં ઝડપાયો હતો દારૂ
રૂ.1.18 કરોડની કિંમતના દારૂના જથ્થાનો નાશ કરાયો
વિદેશી દારૂની 1 લાખ બોટલ પર બુલ્ડોઝર ફેરવાયું
અંકલેશ્વર ડિવિઝનના છ પોલીસ મથકમાં ઝડપાયેલ ₹1.18 કરોડના વિદેશી દારૂના જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો અંકલેશ્વર ડિવિઝનમાં આવેલ અંકલેશ્વર શહેર એ ડિવિઝન, અંકલેશ્વર બી ડિવિઝન, તાલુકા પોલીસ મથક,જીઆઇડીસી પોલીસ મથક,પાનોલી પોલીસ મથક અને હાસોટ પોલીસ મથકમાં ઝડપાયેલા વિદેશી દારૂના જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો.
અંકલેશ્વર પ્રાંત અધિકારી ભવદીપસિંહ જાડેજા તેમજ અંકલેશ્વર વિભાગીય પોલીસ વડા કુશલ ઓઝા સહિતના અધિકારીઓની હાજરીમાં વિદેશી દારૂના જથ્થા પર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું હતું. રૂપિયા 1.18 કરોડની કિંમતની એક લાખથી વધુ વિદેશી દારૂની બોટલ પર બુલ્ડોઝર ફેરવી તેનો નાશ કરવામાં આવ્યો હતો..
Read the Next Article

અંકલેશ્વર: વ્યાજખોરોના ત્રાસમાંથી મુક્તિ અપાવવા પોલીસનો નવતર અભિગમ, લોન ધિરાણ કેમ્પનું આયોજન

અંકલેશ્વર શહેરમાં રહેતા નાના વેપારીઓ અને વાહનો ઉપર વ્યવસાય કરતા ફેરિયાઓને સરળતાથી લોન મળી રહે તે માટે અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ મથકના

New Update

અંકલેશ્વરમાં પોલીસનો નવતર અભિગમ

લોન ધિરાણ કેમ્પ યોજાયો

એ ડિવિઝન પોલીસ દ્વારા આયોજન

ફેરિયાઓ અને વેપારીઓએ લીધો લાભ

લોન અંગેનું અપાયું માર્ગદર્શન

અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે પી.આઈ. પી.જી.ચાવડાની અધ્યક્ષતામાં લોન ધિરાણ કેમ્પ યોજાયો હતો.
અંકલેશ્વર શહેરમાં રહેતા નાના વેપારીઓ અને વાહનો ઉપર વ્યવસાય કરતા ફેરિયાઓને સરળતાથી લોન મળી રહે તે માટે અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ મથકના પી.આઈ. પી.જી.ચાવડા અને વિવિધ બેંકો આગળ આવી છે.આજરોજ પી.આઈ. પી.જી.ચાવડાની અધ્યક્ષતામાં લોન ધિરાણ કેમ્પ યોજાયો હતો.જેમાં લોકોને લોન ધિરાણ કરતા ઇસમોને બદલે બેન્ક થકી સહેલાઈથી લોન મળે તેવા પ્રયાસ કરવામાં આવ્યા હતાં.આ લોન ધિરાણ કેમ્પનો નાના વેપારીઓ તેમજ ફેરિયાઓએ લાભ લીધો હતો.