/connect-gujarat/media/member_avatars/2025/04/19/2025-04-19t062118449z-aaaa.jpg )
અંકલેશ્વર નોટીફાઇડ એરીયા ઓથો.ની કાર્યવાહી
વેરો ભરપાય ન કરનાર મિલકત ધારકો પર તવાઈ
17 મકાનો-દુકાન સીલ કરાય
વારંવાર ફટકારાય હતી નોટીસ
બાકીદારોમાં ફફડાટ
અંકલેશ્વર નોટીફાઇડ એરિયા ઓથોરીટી દ્વારા વેરા વસુલાત ઝુંબેશ સઘન બનાવવામાં આવી છે. અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતના રહેણાંક વિસ્તારોમાં અનેક મકાનો અને દુકાનો આવેલા છે. આ મકાનો અને દુકાનોને માલિકોએ વેરો ભરવાનો હોય છે પરંતુ છેલ્લા કેટલાક સમયથી વેરો ભરવા અખાડા કરતા મિલકત ધારકો સામે નોટિફાઇડ એરિયા ઓથોરીટી દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
વારંવાર નોટીસ ફટકાર્યા બાદ પણ વેરાની ભરપાય ન કરનાર 17 જેટલી દુકાન અને મકાનોના માલિકોને નોટિફાઇડ એરીયા ઓથોરીટી દ્વારા સીલ કરવામાં આવી છે. આજે સવારના સમયે નોટિફાઇડ એરીયા ઓથરીટીની વિવિધ ટીમ અંકલેશ્વર જીઆઇડીસીના રહેણાંક વિસ્તારોમાં પહોંચી હતી અને સીલીંગની કાર્યવાહી હાથ ધરી હતી.
આ દરમિયાન ઘર્ષણ ન સર્જાય તે માટે પોલીસ બંદોબસ્ત પણ સાથે રાખવામાં આવ્યો હતો. સીલ કરાયેલ મિલકતના માલિકો છેલ્લા દસ વર્ષથી લાખો રૂપિયાના વેરાની ભરપાઈ કરતા ન હતા ત્યારે તેઓ સામે તંત્ર દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી છે.
/connect-gujarat/media/media_files/2025/07/14/bharcuh-2025-07-14-22-02-18.jpg)