New Update
અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલું છે મંદિર
પશુપતિનાથ મંદિરના પાટોત્સવની ઉજવણી
પાટોત્સવ નિમિત્તે રુદ્રાભિષેક સહિતના કાર્યક્રમો યોજાયા
દેવાધિદેવ મહાદેવની કરવામાં આવી આરાધના
મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાયા
અંકલેશ્વર જીઆઇડીસીમાં આવેલ પશુપતિનાથ મહાદેવ મંદિરના 19માં પાટોત્સવ નિમિત્તે વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું
આજરોજ વસંત પંચમીના પાવન પર્વ પર અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં આવેલ અને ભક્તોની અનન્ય આસ્થાના કેન્દ્ર સમાન પશુપતિનાથ મહાદેવ મંદિરના 19માં પાટોત્સવની ઉજવણી કરવામાં આવી હતી.આ પ્રસંગે રુદ્રાભિષેક સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા જેમાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તોએ જોડાઈ દેવાધિદેવ મહાદેવની આરાધના કરી હતી. સાંજના સમયે મહાપ્રસાદી તેમજ ભંડારાનું પણ આયોજન કરવામાં આવ્યું છે. પશુપતિનાથ મહાદેવ મંદિરના પાટોત્સવની પ્રતિવર્ષ અત્યંત ભક્તિ ભાવપૂર્વક અને હર્ષો ઉલ્લાસભેર ઉજવણી કરવામાં આવે છે.