New Update
બેંગ્લોરથી દિલ્હી તરફ બેટી બચાવો અને સ્ત્રી અત્યાચાર તેમજ દુષ્કર્મીઓને ફાંસીની માંગ સાથે પદયાત્રાએ નિકળેલ 6 લોકોને અંકલેશ્વરના પાનોલી નજીક અકસ્માત નડ્યો હતો.અજાણ્યા વાહનચાલકે પદયાત્રીઓની વાનને ટક્કર મારતા 2 વ્યક્તિના મોત નિપજ્યા હતા જ્યારે 4 પદયાત્રીઓને ઇજા પહોંચી હતી
કર્ણાટક બેંગલુરુથી બેટી બચાવો અને સ્ત્રી અત્યાચાર તેમજ દુષ્કર્મીઓને ફાંસીની માંગ સાથે પદયાત્રા યોજી બેંગ્લુરુના યુવકો મારૂતિ વાન લઇ બેંગલુરુથી દિલ્હી જનજાગૃતિ અર્થે નિકળ્યા છે.બેંગ્લોર ના પ્રવીણ જોજ ડોમિનિક પરેરા, ક્રિષ્ના લક્ષ્મણા સિધરું, હમજા હુસેન બિહારી, નોફલ અબ્બાસ આદમ, લિંગેગોડા અને મુસ્કુંડી આદમ નેશનલ હાઇવે પર સુરતથી વડોદરા તરફ આજરોજ જઈ રહ્યા હતા. તેઓ ખરોડ અને બાકરોલ વચ્ચે સાઈડ પર ગાડી ઉભી કરી કેમ્પેન માટે વિડીયો શૂટ કરી રહ્યા હતા તે દરમિયાન અજાણ્યા વાહનના ચાલકે પાછળથી તેઓને અડફેટે લીધા હતા અને વાહનચાલક ફરાર થઇ ગયો હતો.
આ અકસ્માતમાં લિંગેગોડા અને મુસ્કુંડી આદમ નામના વ્યક્તિના મોત નિપજ્યા હતા જ્યારે અન્ય 4 લોકોને ઇજા પહોંચતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.બનાવની જાણ થતાની સાથે જ પાનોલી પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને અજાણ્યા વાહનચાલક વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
Latest Stories