અંકલેશ્વર: ONGC ક્રિકેટ ગ્રાઉન્ડ પર 2 મહિના ચાલનારી ક્રિકેટ ટુર્નામેન્ટનો પ્રારંભ, 32 ટીમો લઈ રહી છે ભાગ

ડો. બી.આર. આંબેડકર ટુર્નામેન્ટમાં આ વખતે 32 ટીમો ભાગ લઈ રહી છે. જેમાં ભરૂચ, સુરત, મહેસાણા અને વડોદરા ચાર જિલ્લાની ટીમો ભાગ લઈ રહી છે. સૌથી રસપ્રદ આ ટૂર્નામેન્ટ 2 મહિના સુધી ચાલશે.

New Update
  • અંકલેશ્વરમાં આયોજન

  • ઓએનજીસી ખાતે આયોજન

  • ક્રિકેટ ટુર્નામેન્ટનો કરાયો પ્રારંભ

  • 32 ટીમો લઈ રહી છે ભાગ

અંકલેશ્વર ONGC ક્રિકેટ ગ્રાઉન્ડ પર 2 મહિના ચાલનારી ક્રિકેટ ટુર્નામેન્ટનો પ્રારંભ કરવામાં આવ્યો છે.આ પ્રસંગે ઓએનજીસીના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। અંકલેશ્વર ONGC અને ઓલ ઇન્ડિયા એસ.સી. એસ.ટી. એમ્પ્લોઇઝ વેલ્ફેર એસોસિએશન દ્વારા ગુરૂવારે ક્રિકેટ ટુર્નામેન્ટનો આરંભ કરાયો. 
ONGC ક્રિકેટ ગ્રાઉન્ડ પર 12 મી ડો. બી.આર. આંબેડકર ટુર્નામેન્ટમાં આ વખતે 32 ટીમો ભાગ લઈ રહી છે. જેમાં ભરૂચ, સુરત, મહેસાણા અને વડોદરા ચાર જિલ્લાની ટીમો ભાગ લઈ રહી છે. સૌથી રસપ્રદ આ ટૂર્નામેન્ટ 2 મહિના સુધી ચાલશે. ઉદઘાટન પ્રસંગે એસેટ મેનેજર જે.એન.સુકાનંદન સહિત અધિકારીઓ, કર્મચારીઓ અને ખેલાડીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.
Latest Stories