New Update
-
અંકલેશ્વરની ગાર્ડનસીટીનો બનાવ
-
રાત્રીના સમયે કારમાં આગચંપી
-
2 મહિલાઓએ કારમાં આગ લગાવી
-
પાડોશીઓ સાથે થઈ હતી તકરાર
-
ગ્રામ્ય પોલીસે તપાસ શરૂ કરી
અંકલેશ્વરની ગાર્ડન સીટીમાં પાડોશીઓની તકરારમાં મામલો બીચકયો હતો જેમાં 2 મહિલાઓએ મળી કારને ફૂકી મરાતા પોલીસ દોડતી થઇ હતી.
અંકલેશ્વરની ગાર્ડન સિટીમાં રહેતા કૌશિક માહિડાએ તેમની કાર ઘરના આંગણામાં પાર્ક કરી હતી આ દરમ્યાન બુધવારે રાતે પાડોશીઓએ આખો વિસ્તાર માથે લીધો હતો.બે મહિલાઓએ પહેલા પાડોશીઓએ મારમાર્યો હોવાની ફરિયાદ કરી તો બીજી તરફ રાતે કૌશિક મહીડાએ સીસીટીવી પોલીસને સોપી બે મહિલાઓએ તેઓની કાર સળગાવી દીધી હોવાની સામે ફરિયાદ કરતા પોલીસે તપાસ શરુ કરી છે.ફરિયાદમાં સોસાયટીમાં રહેતી પલ્લવી પાટીલ નામની મહિલા સામે આક્ષેપ કરવામાં આવ્યા છે.સીસીટીવી ફુટેજમાં જોઈ શકાય છે કે બે મહિલા મોપેડ પર આવે છે અને કાર પર પ્રવાહી છાંટી કાર સળગાવી ત્યાંથી નીકળી જાય છે. આ અંગેની જાણ થતા પાડોશીઓ ભેગા થઈ જાય છે અને બાદમાં ફાયર ફાયટરો દ્વારા આગ પર કાબુ મેળાવવમાં આવે છે. સ્થાનિકોએ મહિલા સામે હેરાનગતિના પણ આક્ષેપ કર્યા છે
Latest Stories