New Update
અંકલેશ્વરની એક હોટલમાં બે દિવસ પૂર્વે ગ્રાહકના સ્વાંગમાં આવેલ મહિલા સહિત ૩ ગઠિયા મોબાઈલ ચોરી કરી પલાયન થઈ ગયાં હોવાની ઘટના સામે આવી છે.આ મામલામાં સીસીટીવી ફૂટેજ પણ બહાર આવ્યા છે.
અંક્લેશ્વર વાલિયા રોડ પર આવેલી ગુરુકૃપા હોટલમાં બે દિવસ અગાઉ હોટલના સર્વિંગ સ્ટાફના 3 જેટલા મોબાઈલ ફોનની ચોરી કરી મહિલા તેમજ અન્ય એક પુરુષ પલાયન થઈ ગયા હતા. જોકે આ બંનેની કરતુતની પાછળથી હોટલ સંચાલકને થતા તેઓએ આ અંગે જીઆઇડીસી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.
પોલીસે સીસીટીવી ફુટેજના આધારે રૂ.50 હજારની કિંમતના ત્રણ મોબાઈલ ચોરીની ફરિયાદ નોંધી આરોપીઓને ઝડપી પાડવા કવાયત હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે, થોડા દિવસ પહેલાં પણ નર્મદા એલસીબીએ અંક્લેશ્વરના સ્લમ વિસ્તારમાં દરોડાઓ પાડી ચીલઝડપ કરતી ગેંગની પાંચ મહિલાઓને ઝડપી પાડી હતી. આ ગેંગે બસમાં ચઢી રહેલી મહિલાના પાકીટની ચેઈન ખોલી તેમાંથી 47 હજાર રૂપિયા કાઢી લીધાં હતાં.
Latest Stories