New Update
/connect-gujarat/media/media_files/2025/04/18/idRrijG3sc4yxEu7YZP4.jpg)
અંકલેશ્વર હાંસોટ રોડ ઉપરથી શહેર એ ડિવિઝન પોલીસે જીઇબીના કેબલ વાયરોના જથ્થા સાથે ત્રણ ઈસમોને ઝડપી પાડી કેબલ વાયરોનો જથ્થો ,રીક્ષા અને મોબાઈલ મળી કુલ રૂપિયા 1 લાખ 55 હજારનો મુદ્દામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે
અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસની ટીમ નાઈટ પેટ્રોલિગમાં હતી તે દરમ્યાન હાંસોટ રોડ પર બાજુમાં એક રીક્ષા ઉભી હતી આને બાજુમાંથી જીઇબીની અંડર ગ્રાઉન્ડ નવી નંખાતી લાઈન પાસે બે ઈસમો પર શંકા જતા તેમની તપાસ કરતા વાયર કાપી રીક્ષામાં મુકવાની તૈયારી કરતા હતા તે દરમ્યાન પોલીસે ત્રણેયને ઝડપી લીધા હતા.
પોલીસે ત્રણેયની પુછપરછ કરતા વડોદરાના રાહુલ ચૌહાણ અને અજય માળી તેમજ ભરૂચ ઉપરાલીના મયુર વસાવા હોવાનું જણાવ્યું હતું પોલીસે તેઓ પાસે કેબલ વાયરના જથ્થા અંગે પૂછપરછ કરતા તેઓએ કોઈ સંતોષકારક જવાબ નહીં આપતા ત્રણેયની અટકાયત કરી રૂ.70 હજારનો કેબલ વાયર ,75 હજારની રીક્ષા અને ત્રણ મોબાઈલ મળી કુલ રૂપિયા રૂ.1 લાખ 55 હજારનો મુદ્દામાલ કબ્જે કરી ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.