New Update
-
અંકલેશ્વર એ ડિવિઝન પોલીસની કાર્યવાહી
-
ચોરીના ગુનામાં સંડોવાયેલ 4 આરોપી ઝડપાયા
-
બુલેટ ટ્રેન પ્રોજેકટની સાઇટ પર કરી હતી ચોરી
-
રૂ.1.85 લાખના સામાનની ચોરી કરી હતી
-
બોઇદ્રા ગામની સીમમાં આવેલી છે સાઇટ
અંકલેશ્વર શહેર એ ડીવીઝન પોલીસ મથકના ચોરીના ગુનામાં સંડોવાયેલ ચાર આરોપીને ૯૬ હજારથી વધુના મુદ્દામાલ સાથે પોલીસે ઝડપી પાડ્યા હતા. અંકલેશ્વર તાલુકાના બોઈદ્રા ગામની સીમમાં અમદાવાદ-મુંબઈ નવી બુલેટ ટ્રેન પ્રોજેક્ટની કામગીરી ચાલી રહી છે.
જે સ્થળે ગત તારીખ-૧૨મી જાન્યુઆરીથી ૧૭મી જાન્યુઆરી સુધીમાં સાઈટ ઉપરથી જી.ટી.મશીન ચલાવવા માટે લોખંડની જી.ટી.બ્રીજ પરથી પ્લેટ નંગ ૪૪ સહીત અન્ય પ્લેટો મળી કુલ ૧.૮૫ લાખના મુદ્દામાલની ચોરી કરી અજાણ્યા ઈસમો ફરાર થઇ ગયા હતા ચોરી અંગે શહેર એ ડીવીઝન પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી તે દરમિયાન પોલીસને બાતમી મળી હતી કે અમરતપરા ગામમાં રહેતો અવિનાશ અશોક વસાવાના ઘરે ચોરીનો મુદ્દામાલ સંતાડેલ છે.
જેવી બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા અને સ્થળ પરથી ૨૩ નંગ પ્લેટ મળી કુલ ૯૬ હજારથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને અવિનાશ વસાવા,અરુણ વસાવા,સંદીપ વસાવા અને અશ્વિન વસાવાને ઝડપી પાડી ચોરીનો ભેદ ઉકેલી નાખ્યો હતો.
Latest Stories