અંકલેશ્વર: પાનોલીની કંપનીમાં ચોરી કરનાર 6 ઇસમોની ધરપકડ, રૂ.1.38 લાખનો મુદ્દામાલ કબ્જે કરાયો

ભરૂચ ક્રાઇમ બ્રાન્ચે બેઈદ ઇન્ડસ્ટ્રીયલ કંપનીમાંથી થયેલ ચોરીના ભંગાર સહિતનો સામાન લઇ જતા પીકઅપ ગાડી સાથે છ ઈસમોને ઝડપી પાડી રૂ.૧.૩૮ લાખનો મુદ્દામાલ કબજે કર્યો

New Update
  • અંકલેશ્વરના પાનોલીમાં બન્યો હતો બનાવ

  • કંપનીમાંથી સમાનની થઈ હતી ચોરી

  • ભરૂચ ક્રાઇમ બ્રાન્ચને મળી સફળતા

  • 6 આરોપીઓની કરી ધરપકડ

  • રૂ.1.38 લાખનો મુદ્દામાલ કબ્જે કરાયો

Advertisment
ભરૂચ ક્રાઇમ બ્રાન્ચે પાનોલીની બેઈદ ઇન્ડસ્ટ્રીયલ કંપનીમાંથી થયેલ ચોરીના ભંગાર સહિતનો સામાન લઇ જતા પીકઅપ ગાડી સાથે છ ઈસમોને ઝડપી પાડી રૂ.૧.૩૮ લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો 
અંકલેશ્વરની પાનોલી જી.આઈ.ડી.સી.માં આવેલ બેઈદ ઇન્ડસ્ટ્રીયલ કંપનીમાં ગત તારીખ-૫મી માર્ચના રોજ સાંજના સમયે અજાણ્યા ઈસમો પ્રવેશ કરી કંપનીમાં અંદર રહેલ લોખંડની એમ.એસ મિક્ષ,જુના ભંગારના રોલ નંગ-૪૩,પાઈપો નંગ-૩૯ તેમજ ૩૪૫૦ કિલો ભંગાર મળી કુલ ૧.૩૮ લાખના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઇ ગયા હતા.
તે દરમિયાન ભરૂચ ક્રાઇમ બ્રાન્ચે ખરોડ ચોકડી પાસે શંકાસ્પદ ભંગાર ભરેલ પીકઅપ ગાડી અટકાવી હતી અને અંસાર માર્કેટ મદીના મસ્જીદ પાસે રહેતો અલ્લાઉદ્દીન ઉર્ફે ટીપુ જલીલ કુરેશી,સંતોષકુમાર જગ પ્રસાદ,શેફ શકીલખાન,મુબારક અલી જુલ્ફેકાર અલી ખાન તેમજ રંજીતકુમાર અમરનાથ ભારતી,સુરેશ મંગલ ભારતીને પકડી તમામની ભંગાર અંગે પુછપરછ કરતા અલ્લાઉદ્દીન ઉર્ફે ટીપુ જલીલ કુરેશીએ પોતે વેપાર કરતો હોવાથી તે ફરતા ફરતા પાનોલી તરફ જતા ખરોડ ચોકડી પાસે બેઈદ ઇન્ડસ્ટ્રીયલ કંપની બંધ હાલતમાં હતી જે કંપનીમાં ચોરી કરવાનું નક્કી કરી પોતાના સાથીઓ સાથે મળી ચોરીની ઘટનાને અંજામ આપ્યો હોવાની કબુલાત કરી હતી.પોલીસે તમામ આરોપીઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
Advertisment
Latest Stories