અંકલેશ્વર: શહેરમાં આવેલ 7 આંગણવાડી કેન્દ્રોનો મોર્ડન આંગણવાડી તરીકે વિકાસ, લોકાર્પણ કરાયુ

અંકલેશ્વરની સનફાર્મા કંપની દ્વારા સામાજિક જવાબદારીના ભાગરૂપે જિલ્લા ગ્રામવિકાસ ટ્રસ્ટ સાથે મળી 7 જેટલી આંગણવાડી કેન્દ્રનું નવીનીકરણ કરવામાં આવ્યું

New Update
  • અંકલેશ્વરમાં આવેલા છે આંગણવાડી કેન્દ્રો

  • 7 આંગણવાડી કેન્દ્રોનો કરવામાં આવ્યો વિકાસ

  • મોર્ડન આંગણવાડી તરીકે વિકાસ કરાયો

  • સનફાર્મા કંપનીનો સહયોગ સાંપડ્યો

  • અધિક કલેકટર સહિતના અધિકારીઓ રહ્યા ઉપસ્થિત

Advertisment
અંકલેશ્વર શહેરમાં સનફાર્મા કંપની દ્વારા સામાજિક જવાબદારીના ભાગરૂપે નવ નિર્માણ પામેલ 7 આંગણવાડી કેન્દ્રોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું અંકલેશ્વર શહેરમાં આવેલ આંગણવાડી કેન્દ્રો જર્જરીત થઈ જતા તેના નવીનીકરણનું કામ શરૂ કરવામાં આવ્યું હતું. અંકલેશ્વરની સનફાર્મા કંપની દ્વારા સામાજિક જવાબદારીના ભાગરૂપે જિલ્લા ગ્રામવિકાસ ટ્રસ્ટ સાથે મળી 7 જેટલી આંગણવાડી કેન્દ્રનું નવીનીકરણ કરવામાં આવ્યું છે જેનો આજરોજ લોકાર્પણ સમારોહ યોજાયો હતો.
અંકલેશ્વરના તાડ ફળિયા આંગણવાડી કેન્દ્ર ખાતે યોજાયેલ લોકાર્પણ સમારોહમાં અધિક કલેકટર ભવદીપસિંહ જાડેજા, મહિલા અને બાળ વિકાસ અધિકારી કાશ્મીરા સાવંત તેમજ સનફાર્મા કંપનીના આધિકારીઓ અને આમંત્રિતો ઉપસ્થિત રહ્યા હતા.તમામ આંગણવાડીને મોર્ડન આંગણવાડી તરીકે વિકસાવવામાં આવી છે અને તેમાં બાળકો માટે અત્યાધુનિક સુવિધાઓ ઉભી કરવામાં આવી છે.
Latest Stories