New Update
/connect-gujarat/media/media_files/2025/03/06/Lxxgv40xw8Pr1IctXeIX.jpg)
અંકલેશ્વર શહેર એ ડીવીઝન પોલીસે હસ્તી તળાવ પાસેથી મોપેડ ઉપર વિદેશી દારૂનો જથ્થો લઇ જતા બે ઇસમોને ઝડપી પાડ્યા હતા અંકલેશ્વરના રામ નગરમાં રહેતો તમીલ સેલવાન રામાસામી આમ્બલાકારણ અન્ય એક ઇસમ સાથે એક્સેસ મોપેડ ઉપર વિદેશી દારૂનો જથ્થો લઇ ચૌટાનાકા તરફ આવી રહ્યો છે.
જેવી બાતમીના આધારે અંકલેશ્વર શહેર એ ડીવીઝન પોલીસે હસ્તી તળાવ પાસે વોચ ગોઠવી હતી.તે દરમિયાન બાતમી વાળી મોપેડ આવતા પોલીસે તેને અટકાવી તપાસ કરતા વિદેશી દારૂના પાઉચ નંગ ૭૨ બોટલ મળી કુલ ૭ હજારથી વધુના મુદ્દામાલ સાથે બુટલેગર તમીલ સેલવાન રામાસામી આમ્બલાકારણ અને મયુરકુમાર વસાવાને ઝડપી પાડ્યો હતો.
Latest Stories