અંકલેશ્વર: એ ડિવિઝન પોલીસે ચોરીના મોપેડ સાથે આરોપીની કરી ધરપકડ

અંકલેશ્વર એ ડિવિઝન પોલીસે ભરુચી નાકાથી દિવા રોડ ઉપરથી એક ઇસમને શંકાસ્પદ મોપેડ સાથે ઝડપી પાડ્યો હતો.

New Update
Accused Arrest..

અંકલેશ્વર એ ડિવિઝન પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે ભરૂચી નાકાથી જુના દિવા તરફ એક ઇસમ શંકાસ્પદ મોપેડ લઈને ફરે છે જેવી બાતમીના આધારે પોલીસે ભરુચી નાકાથી દિવા રોડ ઉપર વોચ ગોઠવી હતી.

Advertisment

તે દરમિયાન બાતમી વાળો ઇસમ આવતા પોલીસે તેને અટકાવી તેની પાસે મોપેડના દસ્તાવેજો માંગતા તેણે સંતોષકારક જવાબ નહીં આપતા પોલીસે 30 હજારની મોપેડ સાથે કોસમડીની સંસ્કારધામ સોસાયટી રહેતો કરણસિંહ રાજકુમારસિંહ ચૌહાણની શંકાસ્પદ હાલતમાં ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

Advertisment
Latest Stories