New Update
/connect-gujarat/media/media_files/2025/03/04/J555iCd7klQBkmTmSE7v.jpg)
અંકલેશ્વર શહેર એ ડીવીઝન પોલીસે રેલ્વે સ્ટેશન પાસે ટાંકી ફળિયામાંથી વિદેશી દારૂના જથ્થા સાથે બુટલેગરને ઝડપી પાડ્યો હતો અંકલેશ્વર શહેર એ ડીવીઝન પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલીંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે રેલ્વે સ્ટેશન પાસે ટાંકી ફળિયામાં રહેતો વિનય ઉર્ફે લાલુ વિજય મેકવાન પોતાના ઘરે વિદેશી દારૂ સંતાડી રાખે છે.જેવી બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા પોલીસે સ્થળ પરથી વિદેશી દારૂની ૧૪ નંગ બોટલ સાથે બુટલેગર વિનય મેકવાનને ઝડપી પાડ્યો હતો.
Latest Stories