અંકલેશ્વર: એ ડિવિઝન પોલીસે પ્રોહીબિશનના ગુનામાં ફરાર આરોપીની કરી ધરપકડ

પોલીસે સ્થળ પરથી વિદેશી દારૂની 540 નંગ બોટલ મળી કુલ 1.10 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો અને કુખ્યાત બુટલેગર હરેશ વસાવાને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી

New Update
Prohibition Case
અંક્લેશ્વર શહેર એ ડીવીઝન પોલીસ મથકના પ્રોહીબીશન એક્ટના ગુનામાં સંડોવાયેલ આરોપી નવાગામ કરારવેલથી ઝડપાયો ગત તારીખ-૨૬મી એપ્રિલ ૨૦૨૪ના રોજ ભરુચ એલસીબીના પી.એસ.આઈ. ડી.એ.તુવર સહિત સ્ટાફે દરમિયાન બાતમીના આધારે અંક્લેશ્વર શહેરના ભરૂચી નાકા પાસેના રામદેવનગર રહેતો બુટલેગર હરેશ પરભુ વસાવાના ઘરે દરોડા પાડ્યા હતા.
Advertisment
પોલીસે સ્થળ પરથી વિદેશી દારૂની 540 નંગ બોટલ મળી કુલ 1.10 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો અને કુખ્યાત બુટલેગર હરેશ વસાવાને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી હતી તે દરમિયાન આ ગુનામાં નવાગામ કરારવેલ ગામનો બુટલેગર મિતેશ ઉર્ફ કાલુ ઈશ્વર વસાવાનું નામ ખુલતા શહેર એ પોલીસે તેને ઝડપી પાડ્યો હતો.
Advertisment
Latest Stories