New Update
અંકલેશ્વર એ ડિવિઝન પોલીસની કાર્યવાહી
જાહેર હરાજીનું કરાયુ આયોજન
7 વાહનોની કરાય અરજી
રૂ.94 હજારની બોલાય બોલી
અંકલેશ્વર એ ડિવિઝન પોલીસ દ્વારા વિવિધ ગુનાઓમાં જપ્ત કરવામાં આવેલા વાહનો પૈકી કુલ સાત જેટલા વાહનોની જાહેર હરાજી યોજવામાં આવી હતી. અંકલેશ્વર એ ડિવિઝન પોલીસ મથકે આજરોજ વાહનોની જાહેર હરાજી યોજવામાં આવી હતી જેમાં ગોધરા, વડોદરા સહિત સ્થાનિક સ્ક્રેપના વેપારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
ફોર વ્હીલર તેમજ થ્રી વ્હીલર મળીને કુલ 7 જેટલા વાહનોની હરાજી કરવામાં આવી હતી. જે માટે મોટી સંખ્યામાં સ્ક્રેપના વેપારીઓ ઉમટી પડ્યા હતા. અંકલેશ્વરના ડીવાયએસપી ડો. કુશલ ઓઝા દ્વારા હરાજીની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી.હરાજીના અંતે કુલ સાત વાહનો રૂ. ૯૪ હજારની અંતિમ બોલી બોલાયી હતી.
ઉલ્લેખનીય છે કે લાંબા સમયથી ગુનાહિત કામે ઝડપાયેલા વાહનોની હરાજી કરવા માટે કોર્ટ દ્વારા મંજૂરી મળતા આજરોજ તેની જાહેર હરાજી યોજવામાં આવી હતી.
Latest Stories