અંકલેશ્વર: એ ડિવિઝન પોલીસે લક્ઝ્યુરિયસ કારમાં વિદેશી દારૂની હેરાફેરી ઝડપી પાડી, રૂ.4 લાખનો મુદ્દામાલ જપ્ત

અંકલેશ્વર એ ડિવિઝન પોલીસને મળી સફળતા, લક્ઝ્યુરિયસ કારમાં થતી હતી દારૂની હેરાફેરી, પોલીસે 2 ઇસમોની કરી ધરપકડ રૂ.4 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો, ઝડપાયેલ ઈસમો કુખ્યાત આરોપીઓ.

New Update
  • અંકલેશ્વર એ ડિવિઝન પોલીસને મળી સફળતા

  • લક્ઝ્યુરિયસ કારમાં થતી હતી દારૂની હેરાફેરી

  • પોલીસે 2 ઇસમોની કરી ધરપકડ

  • રૂ.4 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો

  • ઝડપાયેલ ઈસમો કુખ્યાત આરોપીઓ

અંકલેશ્વર એ ડીવીઝન પોલીસે ત્રણ રસ્તા સર્કલ પાસે આવેલ ખેતીવાડી ઉત્પાદન માર્કેટની પાછળના ભાગેના ખુલ્લા ગ્રાઉન્ડમાંથી વિદેશી દારૂ સગેવગે કરતા બે ઈસમોને ૪ લાખથી વધુના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યો 

અંકલેશ્વર ડી.વાય.એસ.પી ડૉ.કુશલ ઓઝાની સુચનાને આધારે અંકલેશ્વર એ ડીવીઝન પોલીસ મથકના પી.આઈ પી.જી.ચાવડાના માર્ગ દર્શન હેઠળ સ્ટાફ પેટ્રોલીંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે અંકલેશ્વર શહેર ખેતીવાડી ઉત્પન્ન માર્કેટની પાછળના ભાગે આવેલ ખુલ્લા ગ્રાઉન્ડમાં બે ઇસમો સ્કોડા ગાડીમાંથી વિદેશી દારૂનો જથ્થો બર્ગમેન મોપેડ ઉપર મુકી રહ્યા છે. 

જેવી બાતમીના આધારે પોલીસે દરોડા પાડયા હતા પોલીસે સ્થળ પરથી વિદેશી દારૂની ૮૬૪ નંગ બોટલ મળી આવી હતી પોલીસે ૮૬ હજારનો દારૂ અને વાહનો મળી કુલ ૪ લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને કાગદીવાડમાં રહેતો શેહબાજખાન મેહબુબખાન પઠાણ,અઝહર સલીમ શેખ અને મોહમદ સાલેર ઉર્ફે શાહરૂખ રાફીક શેખને ઝડપી પાડ્યો હતો જયારે એક ઈસમને વોન્ટેડ જાહેર કર્યો હતો અત્રે ઉલ્લેખનીય છે કે ઝડપાયેલ મોહમદ સાલેર ઉર્ફે શાહરૂખ સફીક શેખ અંકલેશ્વરના ત્રણ અને વલસાડના પ્રોહીબીશન એક્ટના એક ગુનામાં સંડોવાયેલ હોવાનું જાણવા મળ્યું હતું.

Latest Stories