New Update
/connect-gujarat/media/media_files/2025/03/13/3W3DLAYa2pNG6X5fltV3.jpg)
અંકલેશ્વર શહેર એ ડીવીઝન પોલીસે આંબોલી રોડ ઉપર સુકાવલી ડમ્પિંગ સાઈડ પાસેથી વિદેશી દારૂ ભરેલ કાર સાથે ભરૂચના બુટલેગરને ઝડપી પાડ્યો હતો
અંકલેશ્વર શહેર એ ડીવીઝન પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલીંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે સ્વીફ્ટ ડીઝાયર ગાડી વિદેશી દારૂનો જથ્થો ભરી આંબોલી રોડ ઉપર સુકાવલી ડમ્પિંગ સાઈડ પાસે આવનાર છે.જેવી બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી હતી પોલીસે બાતમી વાળી ગાડી આવતા તેને અટકાવી હતી અને તેમાં તપાસ કરતા તેમાંથી વિદેશી દારૂની ૨૪ નંગ બોટલ મળી આવી હતી પોલીસે ૧૬ હજારનો દારૂ અને એક ફોન તેમજ ૨ લાખની ગાડી મળી કુલ ૨.૨૧ લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને ભરૂચના મકતમપુર ગામના પટેલ ફળિયામાં રહેતો બુટલેગર ધર્મેશ ભગવાન પટેલને ઝડપી પાડ્યો હતો.ઝડપાયેલ ઈસમને વિદેશી દારૂના જથ્થા અંગે પુછપરછ કરતા આ જથ્થો ચિરાગ ઉર્ફે કાળીયો દીપક પ્રજાપતિ આપી ગયો હોવાની કબુલાત કરી હતી અને દારૂ ભરૂચના દર્શન મહેશ વસાવાને આપવાનો હોવાનું જણાવ્યું હતું.