અંકલેશ્વર: એ ડિવિઝન પોલીસે ટેમ્પામાં લઈ જવાતો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો, રૂ.3.33 લાખનો મુદ્દામાલ જપ્ત

અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસે પિરામણ ગરનાળા પાસેથી ટેમ્પોમાં લઈ જવાતા વિદેશી દારૂના જથ્થા સાથે એક ઇસમને 3.33 લાખના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યો હતો.

New Update
Advertisment
  • અંકલેશ્વર એ ડિવિઝન પોલીસની કાર્યવાહી

  • વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો

  • ટેમ્પામાં કરાતી હતી દારૂની હેરાફેરી

  • રૂ.3.33 લાખનો દારૂનો જથ્થો જપ્ત કરાયો

  • એક આરોપીની ધરપકડ

અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસે પિરામણ ગરનાળા પાસેથી ટેમ્પોમાં લઈ જવાતા વિદેશી દારૂના જથ્થા સાથે એક ઇસમને 3.33 લાખના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યો હતો.
અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે સંજય નગરમાં રહેતો સલાઉદીન ઉર્ફે શહેઝાદ સલીમ પટેલ જી.આઈ.ડી.સી.ડેપો એક ટેમ્પો લઈ વિદેશી દારૂનો જથ્થો લેવા ગયેલ છે.અને પીરામણ ગરનાળાથી ચર્ચ જકાત નાકાથી નવી નગરી બાજુ જનાર છે.જેવી બાતમીના આધારે પોલીસે પિરામણ ગરનાળા પાસે વોચ ગોઠવી હતી.તે દરમિયાન બાતમી વાળો ટેમ્પો આવતા પોલીસે તેમાં તપાસ કરતા તેમાંથી કાપડની થેલી અને ટ્રોલી બેગમાંથી વિદેશી દારૂની 288 નંગ બોટલ મળી આવી હતી.પોલીસે 28 હજારનો દારૂ અને ટેમ્પો મળી કુલ 3.33 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો અને સલાઉદીન સલીમ પટેલને ઝડપી પાડ્યો હતો.જ્યારે કમલેશ ઉર્ફે મુકેશ ખોડા વસાવા,રમીલાબેન ઉર્ફે નાનકી વસાવા,સુભાષ ઉર્ફે લાલુ યાદવ સહિત ચાર ઇસમોને વોન્ટેડ જાહેર કરી તપાસ હાથ ધરી છે.
Latest Stories