અંકલેશ્વર: સારંગપુર ગામે ચાલતું જુગારધામ ઝડપાયું, 6 જુગારીઓની ધરપકડ

સારંગપુર ગામના વેરાઈ માતાજીનાં મંદિર પાસે મોટાપાયે જુગાર રમાઈ રહ્યો છે.જેવી બાતમીના આધારે પોલીસે દરોડા પાડી 6 જુગારીઓની ધરપકડ કરી 1.87 લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો

New Update

અંકલેશ્વર જીઆઇડીસી પોલીસની કાર્યવાહી

સારંગપુર ગામે ચાલતું હતું જુગારધામ

પોલીસે 6 જુગારીઓની કરી ધરપકડ

5 જુગારીઓને વોન્ટેડ જાહેર કરાયા

રૂ.1.87 લાખનો મુદ્દામાલ જપ્ત

અંકલેશ્વર જી.આઈ.ડી.સી.પોલીસે  સારંગપુર ગામના વેરાઈ માતાજીનાં મંદિર પાસેથી જુગાર રમતા 6 જુગારીયાઓને રોકડા 27 હજાર અને પાંચ વાહનો મળી કુલ 1.87 લાખના મુદ્દામાલ સાથે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે..
અંકલેશ્વર જી.આઈ.ડી.સી.પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમા હતો તે દરમિયાન બાતમી મળી હતી કે સારંગપુર ગામના વેરાઈ માતાજીનાં મંદિર પાસે મોટાપાયે જુગાર રમાઈ રહ્યો છે.જેવી બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા..
પોલીસે સ્થળ પરથી રોકડા 27 હજાર અને પાંચ મોબાઈલ ફોન,પાંચ વાહનો મળી કુલ 1.87 લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે કરી રાજપીપળા રોડ ઉપર આવેલ ભાનુસાલિ માર્કેટમાં રહેતો જુગારી સચિન પ્રકાશ દોશી,અલ્પેશ બાલુ પટેલ,બીટનકુમાર કલ્પેશ વસાવા,સુમિત ગુમાન પટેલ, જીતેન્દ્ર પ્રતાપ પટેલ અને રણજીત વસાવાને ઝડપી પાડ્યો હતો.જ્યારે અન્ય પાંચ જુગારીયાઓને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે.
Read the Next Article

અંકલેશ્વર નગરપાલિકા દ્વારા રખડતા ઢોર પકડવાની ડ્રાઇવનો પ્રારંભ, ઢોર ડબ્બામાં 14 રખડતા ઢોર પુરાયા....

ભરૂચ જિલ્લાના અંકલેશ્વરમાં રખડતાં ઢોરની વિકટ સમસ્યા મામલે નગરપાલિકા તંત્ર એક્શનમાં આવ્યું છે. જેમાં ટ્રાફિકને અડચણરૂપ રખડતા ઢોર પકડી અંકલેશ્વર નગરપાલિકાના ઢોર ડબ્બામાં પુરવામાં આવ્યા હતા.

New Update
stray cattlessss

ભરૂચ જિલ્લાના અંકલેશ્વરમાં રખડતાં ઢોરની વિકટ સમસ્યા મામલે નગરપાલિકા તંત્ર એક્શનમાં આવ્યું છે. જેમાં ટ્રાફિકને અડચણરૂપ રખડતા ઢોર પકડી અંકલેશ્વર નગરપાલિકાના ઢોર ડબ્બામાં પુરવામાં આવ્યા હતા.

ભરૂચ સહિત અંકલેશ્વરમાં રખડતાં ઢોરની વિકટ સમસ્યા માથાના દુઃખાવા સમાન બની ગઈ છે, ત્યારે રખડતા ઢોર મામલે અંકલેશ્વર નગરપાલિકા તંત્ર એક્શનમાં આવ્યું છે. અંકલેશ્વર નગરપાલિકાના ચીફ ઓફિસર કેશવલાલ કોલડિયાના માર્ગદર્શન હેઠળ શહેરમાં રખડતા ઢોર પકડવાની ડ્રાઇવ શરૂ કરવામાં આવી છે. જેમાં ટ્રાફિકને અડચણરૂપ રખડતા ઢોર પકડી અંકલેશ્વર નગરપાલિકાના ઢોર ડબ્બામાં પુરવામાં આવ્યા હતા. જેમાં ગાય અને વાછરડા સહિત 14 રખડતા ઢોરને ઢોર ડબ્બામાં પુરવામાં આવ્યા હતા. અંકલેશ્વર નગરપાલિકા સેનેટરી ઇન્સ્પેક્ટર રઘુવીરસિંહ મહીડાની રાહબરી હેઠળ સેનીટેશન ખાતાના 4 સુપરવાઈઝર અને 1 મુકાદમ સહિત 5 શ્રમિકો દ્વારા ઢોર પકડવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. તો બીજી તરફ, અંકલેશ્વર નગરપાલિકાના ચીફ ઓફિસર દ્વારા પશુ પાલકોને તાકીદ કરવામાં આવે છે કે, તમારા પશુઓને ઘરે બાંધીને રાખો અને એને જાહેર રસ્તા ઉપર રખડતા છોડવા નહીં. જો તઓને આપેલ સૂચનાનું પાલન કરવામાં આવશે નહીં, તો જે તે પશુપાલકો વિરુદ્ધ અંકલેશ્વર નગરપાલિકા દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.