કોસમડી ગામ નજીક આવેલ ગોપાલ નગર ખાતે આયોજન
તુલસી વિવાહ નિમિત્તે વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન
માલધારી સમાજ દ્વારા તુલસી વિવાહની ભવ્ય ઉજવણી કરાય
મહિલાઓ-યુવાનોએ રાસ-ગરબામાં જોરદાર રમઝટ બોલાવી
કાર્યક્રમમાં મોટી સંખ્યામાં સર્વ સમાજના લોકો ઉપસ્થિત રહ્યા
ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકાના કોસમડી ગામ નજીક આવેલ ગોપાલ નગર ખાતે તુલસી વિવાહ નિમિત્તે માલધારી સમાજ દ્વારા ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.
હિન્દુ ધર્મમાં તુલસી વિવાહના તહેવારને ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે. દર વર્ષે કારતક મહિનામાં ભગવાન વિષ્ણુના સ્વરૂપ શાલિગ્રામજી અને તુલસી માતાનું વિવાહ કરવામાં આવે છે. આ દિવસે લોકો ઉપવાસ રાખવાની સાથે તુલસીજીની સાથે ભગવાન શાલિગ્રામની પૂજા કરે છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર, આ દિવસે દેવી તુલસીની સાથે શ્રી ડરિની પૂજા કરવાથી તમામ અવરોધોનો અંત આવે છે.
તેની સાથે અક્ષય ફળની પ્રાપ્તિ થાય છે. આ પવિત્ર પરંપરાને હિંદુ સંસ્કૃતિમાં લગ્ન અને શુભ કાર્યોની સિઝનની શુભ શરૂઆતનું પ્રતીક પણ માનવામાં આવે છે, ત્યારે ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકાના કોસમડી ગામ નજીક આવેલ ગોપાલ નગર ખાતે તુલસી વિવાહ નિમિત્તે માલધારી સમાજ દ્વારા ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.
જેમાં માલધારી સમાજની મહિલાઓ અને યુવાનોએ વાજતે ગાજતે રાસ-ગરબાની મોજ માણી હતી. આ પ્રસંગે ભરૂચ જિલ્લા તેમજ અંકલેશ્વર તાલુકામાંથી મોટી સંખ્યામાં સર્વ સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા.