અંકલેશ્વર: નૌગામા ગામ સ્થિત રોકડીયા હનુમાનજી મંદિરે ભવ્ય લોકડાયરો યોજાયો, જીગ્નેશ કવિરાજે રમઝટ બોલાવી

અંકલેશ્વર તાલુકાના નૌગામા ગામ સ્થિત તીર્થક્ષેત્ર રોકડિયા હનુમાનજી મંદિર ખાતે હનુમાન જયંતી નિમિત્તે ભવ્ય લોક ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું.

New Update
  • અંકલેશ્વરમાં હનુમાન જયંતિની ઉજવણી

  • નૌગામા ગામે આવેલું છે રોકડીયા હનુમાનજી મંદિર

  • ભવ્યલોક ડાયરાનું કરવામાં આવ્યુ આયોજન

  • જીગ્નેશ કવિરાજ અને તેમની ટીમે રમઝટ બોલાવી

  • ધારાસભ્ય રમેશ મિસ્ત્રી રહ્યા ઉપસ્થિત

અંકલેશ્વર તાલુકાના નૌગામા ગામ સ્થિત તીર્થક્ષેત્ર રોકડિયા હનુમાનજી મંદિર ખાતે હનુમાન જયંતી નિમિત્તે ભવ્ય લોક ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું.
ચૈત્ર સુદ પૂનમ એટલે કે હનુમાન જયંતી નિમિત્તે ઠેર ઠેર વિવિધ ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે અંકલેશ્વર તાલુકાના નૌગામા ગામ સ્થિત સુપ્રસિદ્ધ તીર્થક્ષેત્ર રોકડિયા હનુમાનજી મંદિર ખાતે ભવ્ય લોકડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં જાણીતા કલાકાર જીગ્નેશ કવિરાજ, હાસ્ય કલાકાર હકાભા ગઢવી, કમાભાઈ સહિતના કલાકારો અને તેમના વૃંદે ભજનો અને લોકગીતોની રમઝટ બોલાવી હતી આ પ્રસંગે ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, ભરૂચ જિલ્લા ભાજપના પ્રમુખ પ્રકાશ મોદી, દિવ્યેશ પટેલ સહિતના આગેવાનો તેમજ મોટી સંખ્યામાં આસપાસના ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા જીગ્નેશ કવિરાજે તેમના આગવા અંદાજમાં ભજનોની રમઝટ બોલાવી હતી જેને ઉપસ્થિતો એ માણી હતી
Read the Next Article

ભરૂચ: જંબુસર BRC ભવન ખાતે દિવ્યાંગ બાળકો માટે એસએસમેન્ટ કેમ્પ યોજાયો, 250 વિધ્યાર્થીઓએ લીધો લાભ

વિશિષ્ટ જરૂરિયાત ધરાવતા વિદ્યાર્થીઓને એડીપ્સ યોજના હેઠળ સાધન સહાયનો લાભ મળે તે માટે જિલ્લાવાર, બ્લોક કક્ષાએ એસેસમેન્ટ કેમ્પનું આયોજન કરવામાં આવી રહ્યું છે

New Update
  • ભરૂચના જંબુસરમાં કરવામાં આવ્યું આયોજન

  • બી.આર.સી.ભવન ખાતે આયોજન

  • દિવ્યાંગ બાળકો માટે કેમ્પ યોજાયો

  • 250 બાળકોએ લીધો લાભ

  • સાધન સહાયનું કરાયુ વિતરણ

ભરૂચના જંબુસર બી આર સી ભવન ખાતે દિવ્યાંગ બાળકો માટે એસએસમેન્ટ કેમ્પ યોજાયો હતો જેનો 250 જેટલા વિદ્યાર્થીઓએ લાભ લીધો હતો. સમગ્ર શિક્ષા ગાંધીનગર પ્રેરિત જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી તથા પ્રોજેક્ટ કો ઓર્ડીનેટરની કચેરી ભરૂચ દ્વારા એલિમ્કોના સહયોગથી દિવ્યાંગ બાળકો માટે એસએસમેન્ટ કેમ્પ બી.આર.સી ભવન જંબુસર ખાતે જિલ્લા આઈ.ઇ. ડી કોઓર્ડીનેટર ચૈતાલી પટેલની અધ્યક્ષતામાં યોજાયો હતો.
જેમાં ૨૫૦ બાળકોએ ભાગ લીધો હતો. વર્ષ 2025_26 ના બાલવાટિકાથી ધોરણ 12માં અભ્યાસ કરતા વિશિષ્ટ જરૂરિયાત ધરાવતા વિદ્યાર્થીઓને એડીપ્સ યોજના હેઠળ સાધન સહાયનો લાભ મળે તે માટે જિલ્લાવાર, બ્લોક કક્ષાએ એસેસમેન્ટ કેમ્પનું આયોજન કરવામાં આવી રહ્યું છે.કેમ્પમાં બીઆરસી કો-ઓર્ડીનેટર અશ્વિન પઢીયાર, આસિફભાઇ,આઇડી સ્ટાફ,સ્પેશિયલ એજ્યુકેટર તેમજ વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા.