અંકલેશ્વર: જ્યુસ ના વેપારીની કાર પરિચિત દ્વારા બારોબાર ગીરવે મૂકી છેતરપિંડીની ઘટનાથી ચકચાર

જ્યુસ ના વેપારીની કાર ભેજાબાજે પોતે સેવાભાવી હોવાની છાપ ઉભી કરી વેપારીની કાર બારોબાર અન્ય વ્યક્તિ પાસે ગીરવે મૂકીને છેતરપિંડી કરી ફરાર થઇ ગયો

New Update
છેતરપિંડી
અંકલેશ્વરમાં જ્યુસ ના વેપારીને તેમના એક પરિચિત વ્યક્તિ એ ચૂનો ચોપડ્યો હતો.ભેજાબાજે પોતે સેવાભાવી હોવાની છાપ ઉભી કરી વેપારીની કાર બારોબાર અન્ય વ્યક્તિ પાસે ગીરવે મૂકીને છેતરપિંડી કરી ફરાર થઇ ગયો હતો.  

અંકલેશ્વરના ત્રણ રસ્તા પાસે આવેલ પંજાબ નેશનલ બેંક ઉપર રહેતા શાહિદ અલી કાસમ અલી મુની પ્રતિન ચોકડી પાસે સપના જ્યુસની દુકાન ચલાવે છે. તેમની દુકાન ની બાજુમાં પ્રાઇમ હોટલમાં ભાડેથી રહેતો નવસારીના મહુવર ગામના રાજા ફળિયાનો હરસુખ ઉર્ફે રાજુ કાનાભાઈ સાવલિયા અવાર-નવાર આવતો હોવાથી તેની સાથે તેમનો પરિચય થયો હતો. હરસુખ સાવલિયા પોતે જલારામ ટ્રસ્ટ નામે સેવા ટ્રસ્ટ ચલાવતો હોવાથી જ્યુસના દુકાનદાર પાસેથી રૂપિયાની જરૂર પડતા ઉધાર પણ લઈ જતો હતો.
શાહિદ અલીને  હરસુખ સાવલિયાએ સેવાભાવી માણસ છે તેથી ગાંધીનગર સહિત અન્ય જગ્યાએ બહાર જવાનું હોવાથી તમારી બે ફોર વ્હીલર માંથી એક કિયા સોનેટ કાર નંબર-જીજે.19.બી.એ.6571 ઉપયોગ માટે આપવાનું કહી અને કારના બેંક હપ્તા પણ ભરવાની ખાતરી આપી કાર લઈ ગયો હતો.
જોકે ત્યારબાદ બે વખત કારના હપ્તા ના રૂપિયા આપ્યા હતા.પરંતુ અંકલેશ્વર છોડી હરસુખ અન્ય કોઈ સ્થળ પર જતો રહ્યો હતો.અને ભેજાબાજે પોતાના બંને ફોન બંધ કરી દીધા હતા.
શાહિદ અલી કાસમ અલી મુની ના પુત્ર દ્વારા તપાસ કરવામાં આવતા તેઓની કાર રાજપીપળાના ચેતન રાજગોર પાસે હરસુખ સાવલિયાએ પોતાની પત્નીના નામે હોવાનું કહી ગીરવે મૂકી ગયો હોવાનું જાણવા મળ્યું હતું. શાહિદ અલીને પોતે વિશ્વાસઘાત અને છેતરપિંડીનો ભોગ બન્યા હોવાનું માલુમ પડતા તેઓએ  આ અંગે અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.
Latest Stories