અંકલેશ્વર: GIDCની જયંત પેકેજીંગ કંપનીના લાકડાના ગોડાઉનમાં ભીષણ આગ, ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી નજરે પડયા

આગના પગલે ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી નજરે પડ્યા હતા.બનાવની જાણ થતાની સાથે જ અંકલેશ્વર ડીપીએમસીના 5 જેટલા ફાયર ટેન્ડરો ઘટના સ્થળે પહોંચ્યા

author-image
By Connect Gujarat Desk
New Update
a>kl[Vr: JaiED)s)n) jy>t p[k[J>g k>pn)ni   likDini gi[Diunmi> lig) B)PN aig
અંકલેશ્વર જીઆઇડીસીમાં આવેલ જયંત પેકેજીંગ કંપનીના લાકડાના ગોડાઉનમાં આગ ફાટી નીકળતા દોડધામ મચી જવા પામી હતી અંકલેશ્વર જીઆઇડીસીમાં નવા વર્ષના દિવસે જ આગનો બનાવ બન્યો હતો અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં આવેલ જયંત પેકેજીંગ નામના લાકડાના ગોડાઉનમાં અચાનક જ ભીષણ આગ ફાટી નીકળી હતી. જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું.
અંકલેશ્વર: જીઆઈડીસીની જયંત પેકેજીંગ કંપનીના લાકડાના ગોડાઉનમાં ભીષણ આગ

અંકલેશ્વર: જીઆઈડીસીની જયંત પેકેજીંગ કંપનીના લાકડાના ગોડાઉનમાં ભીષણ આગ #Ankleshwar #AnklesharGIDC #JayantPackaging #Fire #firefighter #FireNews #ConnectGujarat #BeyondJustNews

Posted by Connect Gujarat on Saturday, November 2, 2024
આગના પગલે ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી નજરે પડ્યા હતા.બનાવની જાણ થતાની સાથે જ અંકલેશ્વર ડીપીએમસીના 5 જેટલા ફાયર ટેન્ડરો ઘટના સ્થળે પહોંચ્યા હતા અને આગ પર કાબુ મેળવવાનો પ્રયત્ન હાથ ધર્યા હતા.
બનાવવામાં કોઈ જાનહાનિ થઈ નથી પરંતુ નવા વર્ષના પ્રથમ દિવસે જીઆઇડીસીમાં આગ લાગતા અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે આ જ કંપનીના અન્ય યુનિટમાં ગત ફેબ્રુઆરી માસમાં પણ આગ ફાટી નીકળી હતી ત્યારે સેફ્ટી અને હેલ્થ વિભાગ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે..
Latest Stories