New Update
આગામી મહોરમના પર્વને ધ્યાને લઈને અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ મથક ખાતે શાંતિ સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.
તારીખ 17મી જુલાઈના રોજ ભરૂચ સહિત અંકલેશ્વર શહેરમાં મોહરમના પર્વની મુસ્લિમ બિરાદરો દ્વારા ઉજવણી કરવામાં આવશે મોહરાના મોહરમ ના પર્વ અંતર્ગત તાજીયા નું જુલુસ નીકળે છે ત્યારે આ પર્વ શાંતિપૂર્ણ માહોલમાં ઉજવાય તે માટે શાંતિ સમિતિને બેઠક યોજાઇ હતી જેમાં અંકલેશ્વરના ઇન્ચાર્જડી.વાય.એસ.પી.એમ.એમ.ગાંગુલી,અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ મથકના પોલીસ અધિકારીઓ કર્મચારીઓ અને શાંતિ સમિતિના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. મોહરમનું પર્વ કોમી એખલાસભર્યા વાતાવરણમાં ઉજવાય તે માટે હિન્દુ મુસ્લિમ બિરાદરોને અપીલ કરવામાં આવી હતી.