અંકલેશ્વર: સ્ટેશન રોડ પર બાઈક ચાલકનો રસ્તે પડેલ મોબાઈલ રાહદારીએ ઉઠાવી લીધો, સીસીટીવી ફૂટેજ બહાર આવ્યા !

અંકલેશ્વરના સ્ટેશન વિસ્તારમાં બાઇક ચાલકના ખિસ્સામાંથી મોબાઈલ પડી જાય છે ત્યારે રસ્તે ચાલતો રાહદારી આ મોબાઈલ ઉઠાવી જતો હોવાના સીસીટીવી ફૂટેજ બહાર આવ્યા છે.

New Update
a
Advertisment

અંકલેશ્વરના સ્ટેશન વિસ્તારમાં બાઇક ચાલકના ખિસ્સામાંથી મોબાઈલ પડી જાય છે ત્યારે રસ્તે ચાલતો રાહદારી આ મોબાઈલ ઉઠાવી જતો હોવાના સીસીટીવી ફૂટેજ બહાર આવ્યા છે. 

Advertisment
અંકલેશ્વરના સ્ટેશન રોડ પર આવેલ ગુલનાર સોસાયટીની ચોકડી પાસે એક મકાન બહાર બાઇક ચાલક ઇસતેખાર શેખ તેની બાઇક પાર્ક કરે છે. આ સમયે તેનો મોબાઇલ ખિસ્સામાંથી પડી જાય છે અને  તે મકાનમાં જાય છે પરંતુ માત્ર બે મિનિટના સમયગાળામાં ત્યાંથી પસાર થતાં એક વ્યક્તિને રસ્તે પડેલો મોબાઈલ નજરે પડે છે.જે મોબાઈલ ઉઠાવી ફરાર થઈ જાય છે. બાઈક ચાલકે વારંવાર મોબાઈલ પર ફોન કરવા છતાં તેણે ફોન ઉઠાવ્યો ન હતો આથી બાઈક ચાલક ઇસતેખાર શેખ દ્વારા પોલીસને જાણ કરવામાં આવી છે.પોલીસે આ મામલે સીસીટીવી ફૂટેજના આધારે વધુ તપાસ શરૂ કરી છે.
Latest Stories