અંકલેશ્વર : પ્રોલાઇફ ગૃપ ઓફ ઇન્ડસ્ટ્રીઝના MD સ્વ. એમ.એસ.જોલીની ચોથી પુણ્યતિથિ નિમિત્તે સેવાકાર્યો થકી સેવાયજ્ઞ કરાયો...

અંકલેશ્વર અને પાનોલી વિસ્તારના જાણીતા ઉદ્યોગપતિ અને પ્રોલાઇફ ગૃપ ઓફ ઇન્ડસ્ટ્રીઝના સ્થાપક સ્વ. એમ.એસ.જોલીની આજરોજ 5મી પુણ્યતિથિ નિમિત્તે વિવિધ સેવાકાર્યો થકી સેવાયજ્ઞ કરવામાં આવ્યો

New Update
  • પ્રોલાઇફ ગૃપ ઓફ ઇન્ડસ્ટ્રીઝના સ્થાપકની ચોથી પુણ્યતિથિ

  • ઉદ્યોગપતિ સ્વ. એમ.એસ.જોલીની આજે ચોથી પુણ્યતિથિ

  • સ્વ. એમ.એસ.જોલીની તસવીરને પુષ્પાંજલિ અર્પણ કરાય

  • ઘરડા ઘરતુલસીધામ અને અંકલેશ્વરમાં યોજાયા કાર્યક્રમ

  • છાશ વિતરણ સહિત ભૂખ્યાઓને ભોજન જમાડવામાં આવ્યું 

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર અને પાનોલી વિસ્તારના જાણીતા ઉદ્યોગપતિ અને પ્રોલાઇફ ગૃપ ઓફ ઇન્ડસ્ટ્રીઝના સ્થાપક સ્વ. એમ.એસ.જોલીની આજરોજ ચોથી પુણ્યતિથિ નિમિત્તે વિવિધ સેવાકાર્યો થકી સેવાયજ્ઞ કરવામાં આવ્યો હતો.

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર અને પાનોલી વિસ્તારના જાણીતા ઉદ્યોગપતિ અને પ્રોલાઇફ ગૃપ ઓફ ઇન્ડસ્ટ્રીઝના સ્થાપક સ્વ. એમ.એસ.જોલી માનતા હતા કેસમાજે તેમને જેટલું આપ્યું છેએનાથી બમણું સમાજને આપવું જોઈએ. એમના આ ઉમદા વિચારને સાર્થક કરવા પ્રોલાઈફ ગ્રુપનાMD કરણ જોલી અને પરિવાર દ્વારા આજરોજ સ્વ. એમ.એસ.જોલીની ચોથી પુણ્યતિથિ નિમિત્તે વિવિધ સેવાકાર્યો થકી સેવાયજ્ઞ કરવામાં આવ્યો હતો.

ભરૂચ શહેરના કસક વિસ્તાર સ્થિત વડીલોના ઘરમાં આશ્રય લેતા તમામ વડીલોને ભોજન જમાડવામાં આવ્યું હતું. ત્યારબાદ ભરૂચના ઝાડેશ્વર વિસ્તાર સ્થિત લક્ષ્મીનારાયણદેવ કોલેજ ઓફ ફાર્મસી તેમજ જય અંબે ઇન્ટરનેશનલ સ્કૂલ ખાતે સ્વ. એમ.એસ.જોલીની પ્રતિકૃત તસવીરને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી.

આ સાથે જ ભરૂચના તુલસીધામ વિસ્તારમાં આકરી ગરમી વચ્ચે રાહદારીઓને છાશનું વિતરણ કરવામાં આવ્યું હતું. સેવાકાર્ય આટલેથી નહીં અટકાતા સંધ્યા સમયે અંકલેશ્વરની પ્રતિન ચોકડી સ્થિત સામાજિક સંસ્થાભૂખ્યાને ભોજન” ખાતે જરૂરિયાતમંદ લોકોને ભોજન જમાડવામાં આવ્યું હતું.

આ પ્રસંગે પ્રોલાઇફ ગૃપ ઓફ ઇન્ડસ્ટ્રીઝના અનુરિત કોર જોલીકરણ જોલીસાક્ષી જોલીયોગેશ પારિકશ્રી મંગલમ પરિવારના ભરત પટેલ સહિત પ્રોલાઇફ ગૃપ ઓફ ઇન્ડસ્ટ્રીઝના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા.

Read the Next Article

અંકલેશ્વરમાં મુખ્યમંત્રી (CM/કોમન મેન)ની વાત સાંભળશે ખરા?

મુખ્યમંત્રી 586.02 કરોડના વિવિધ વિકાસકામોનું ખાતમુર્હુત તથા 51.88 કરોડના ખર્ચે નવનિર્મિત વિકાસ પ્રકલ્પોનું લોકાર્પણ કરી જિલ્લાવાસીઓને વિકાસના વિવિધ પ્રકલ્પોની ભેટ આપશે.

New Update
cm

-- પ્રજાને સ્પર્શતા પ્રશ્નોના હલ અંગે કોઈ જવાબ આપશે

-- ખરાબ રસ્તા,સ્ટ્રીટ લાઇટનો અભાવ,શહેર અને હાઇવે પર ટ્રાફિકની સમસ્યાના નિરાકરણના પ્રશ્નો લોકમુખે ચર્ચાઈ રહ્યા છે.

રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના વરદહસ્તે અંકલેશ્વર ખાતે રૂપિયા637.90કરોડના વિવિધ વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત તથા લોકાર્પણ થશે.જેમાં586.02કરોડના વિવિધ વિકાસકામોનું ખાતમુર્હુત તથા51.88કરોડના ખર્ચે નવનિર્મિત વિકાસ પ્રકલ્પોનું લોકાર્પણ કરી જિલ્લાવાસીઓને વિકાસના વિવિધ પ્રકલ્પોની ભેટ આપશે.જે આવકાર દાયક છે પરંતુ પ્રજાના જે પ્રાણપ્રશ્નો છે તે અંગે પણ સીએમ ધ્યાન આપે તેવી લાગણી લોક મુખે ઉઠવા પામી છે.

અંકલેશ્વર શહેર તાલુકામાં વરસાદ વરસ્યા બાદ ઠેર ઠેર રસ્તા પર ખાડાનું સામ્રાજ્ય સર્જાય ગયું છે,બીજી તરફ જુના નેશનલ હાઇવે નંબર8વાલિયા ચોકડી,પ્રતિન ચોકડી મહાવીર ટર્નિંગ,હસ્તી તળાવથી ચૌટા બજાર રોડ ઉપરાંત નેશનલ હાઇવે નંબર48વાલિયા ચોકડી નજીક આમલાખાડી બ્રિજ તેમજ ખરોડ બ્રિજ પર ટ્રાફિકની સમસ્યા દિન પ્રતિદિન ખૂબ જ જટિલ બની રહી છે.

અસુવિધાઓ વચ્ચે પીસાતી જનતાના હૃદયમાં એક આશાનું કિરણ ઉગ્યું છે,કારણ કે ખુદ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ ભરૂચ જિલ્લા માટે કરોડો રૂપિયાના વિકાસલક્ષી કાર્યોની ભેટ લઈને આવી રહ્યા છે.તેમના આગમન પૂર્વે સરકારી તંત્ર પણ ખરાબ રસ્તાની મારામતમાં અને સાફસફાઇમાં જોતરાય ગયું છે,તે જોતા દર ત્રણ મહિનામાં એકવાર મુખ્યમંત્રી ભરૂચ જિલ્લામાં પધારે તેવી લાગણી સૌ કોઈ વ્યક્ત કરી રહ્યું છે.

અંકલેશ્વર શહેરના માં શારદા ભવન ટાઉનહોલ ખાતે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના વરદ હસ્તે રૂપિયા637.90કરોડના વિવિધ વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત તથા લોકાર્પણ થશે.જેમાં586.02કરોડના વિવિધ વિકાસકામોનું ખાતમુર્હુત તથા51.88કરોડના ખર્ચે નવનિર્મિત વિકાસ પ્રકલ્પોનું લોકાર્પણ કરી જિલ્લાવાસીઓને વિકાસના વિવિધ પ્રકલ્પોની ભેટ આપશે.પરંતુ પ્રજામાંથી ઉઠી રહેલા નારાજગીના સુર મુજબ નવું કઈ નહીં મળે તો ચાલશે પરંતુ જે છે એની સુવિધા યોગ્ય રીતે અને વિઘ્નરહિત મળે તેવી વ્યવસ્થા ગોઠવવા માટેની માંગ પણ લોકો કરી રહ્યા છે.અને મુખ્યમંત્રી અંકલેશ્વર શહેર,તાલુકાની સમસ્યાઓ પ્રત્યે પણ ધ્યાન આપીને સરકારી તંત્રને ટકોર કરે તેવી લાગણી પણ નાગરિકો વ્યક્ત કરી રહ્યા છે.