New Update
-
અંકલેશ્વરના નોબેલ માર્કેટ પાછળનો બનાવ
-
યુવાને આપઘાત કરી લેતા ચકચાર
-
ઝાડ સાથે ગળે ફાંસો લગાવી આપઘાત કર્યો
-
યુવાન સુરતના ઉમરપાડાનો રહેવાસી હોવાનું બહાર આવ્યું
-
પોલીસે તપાસ શરૂ કરી
અંકલેશ્વરના નોબેલ માર્કેટ પાછળ ભડકોદ્રા ગામની સીમમાં ઝાડ ઉપર ફાંસો લગાવી ઉમરપાડા તાલુકાના યુવાને અગમ્ય કારણોસર આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે.
સુરતના ઉમરપાડા તાલુકાના ઉંમરખાડી ગામમાં રહેતા ૨૫ વર્ષીય વિશાલ વસાવા છેલ્લા બે દિવસથી મજુરી કામ માટે અંકલેશ્વરના નોબેલ માર્કેટ ખાતે આવ્યો હતો.જેણે અગમ્ય કારણોસર અંકલેશ્વરના નોબેલ માર્કેટ પાછળ ભડકોદ્રા ગામની સીમમાં ઝાડની ડાળી ઉપર ફાંસો લગાવી ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો.બનાવની જાણ થતા પોલીસ કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો.અને યુવાનના મૃતદેહને પોસ્ટ મોર્ટમ અર્થે ખસેડી વધુ તપાસ હાથ ધરી છે.યુવાને અંતિમવાદી પગલુ શા માટે ભર્યું એ જાણવા મળી શક્યું નથી.