અંકલેશ્વર: ગડખોલ ગામે પાણીની ઓવરહેડ જર્જરીત ટાંકીમાં યુવાન 15 કલાક સુધી ફસાયો, ફાયર વિભાગે રેસ્ક્યુ કરી જીવ બચાવ્યો !

અંકલેશ્વર તાલુકાના ગડખોલ ગામે હેલ્થ સેન્ટરની સામે આવેલ પાણીની ઓવરહેડ જર્જરીત ટાંકીમાં 15 કલાકથી ફસાયેલ યુવાનનો ફાયર વિભાગે રેસ્ક્યુ કરી જીવ બચાવ્યો હતો.

New Update
અંકલેશ્વરના ગડખોલ ગામનો બનાવ
ગામમાં આવેલ ઓવરહેડ પાણીની ટાંકીમાં યુવાન ફસાયો
15 કલાક સુધી યુવાન ટાંકીમાં જ ફસાઈ રહ્યો
ફાયર વિભાગે રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરી જીવ બચાવ્યો
ટાંકી જર્જરીત હોવાથી અંદર પાણી ન હતું
અંકલેશ્વર તાલુકાના ગડખોલ ગામે હેલ્થ સેન્ટરની સામે આવેલ પાણીની ઓવરહેડ જર્જરીત ટાંકીમાં 15 કલાકથી ફસાયેલ યુવાનનો ફાયર વિભાગે રેસ્ક્યુ કરી જીવ બચાવ્યો હતો.
અંકલેશ્વર તાલુકાના ગડખોલ ગામે હેલ્થ સેન્ટર સામે પાણીની જર્જરીત ઓવરહેડ ટાંકી આવેલી છે. પાણીની ટાંકી પર ગત મધ્યરાત્રીના સમયે એક યુવાન ચઢયો હતો અને તે અચાનક જ પાણીની ટાંકીમાં પડ્યો હતો. મધ્યરાત્રીએ દુર્ઘટના સર્જાતા આ અંગે કોઈને જાણ થઈ ન હતી પરંતુ આજે બપોરના સમયે ટાંકીમાંથી અવાજ આવતા આસપાસના લોકોને આ અંગેની જાણ થઈ હતી તેઓએ તરત જ અંકલેશ્વર નગર સેવાસદનના ફાયર વિભાગમાં કોલ કરતા લાશકરો ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને યુવાનને બહાર કાઢવાનું રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું હતું. અડધોથી પોણો કલાકની જહેમત બાદ યુવાનને ટાંકીમાંથી બહાર કાઢી નીચે ઉતારવામાં આવ્યો હતો અને હેલ્થ સેન્ટરમાં તેને સારવાર આપવામાં આવી હતી. ટાંકી જર્જરીત હોવાના કારણે તેમાં પાણી ન હતું જેના કારણે યુવાનનો જીવ બચ્યો હતો યુવાન કયા કારણોસર ટાંકી પર ચઢ્યો હતો તે હજી સુધી જાણવા મળી શક્યું નથી પરંતુ ફાયર વિભાગે 15 કલાક બાદ તેને બહાર કાઢી તેનો જીવ બચાવ્યો હતો.
Latest Stories