અંકલેશ્વરમાં આપનો વિરોધ
વિવિધ પ્રશ્ને પહોંચ્યા હતા રજુઆત કરવા
તાલુકા વિકાસ અધિકારી કેબિન છોડી જતા રહ્યા
આગેવાનોએ નોંધાવ્યો વિરોધ
બિસ્માર માર્ગ સહિતના પ્રશ્ને કરવાની હતી રજુઆત
અંકલેશ્વર આમ આદમી પાર્ટી અને સામાજિક કાર્યકરો આજરોજ અંકલેશ્વર તાલુકા પંચાયત કચેરી ખાતે આવેદનપત્ર પાઠવવા પહોંચ્યા હતા પરંતુ તાલુકા વિકાસ અધિકારી હિરેન બારોટ તેમની રજૂઆત સાંભળવાના બદલે કેબિન છોડી જતા રહેતા આગેવાનો દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. આગેવાનો અને કાર્યકરો તાલુકા વિકાસ અધિકારીની કેબિન બહાર જ બેસી ગયા હતા અને વિરોધ નોંધાવ્યો હતો અંકલેશ્વરમાં બિસ્માર માર્ગો સહિતના પ્રશ્ને આગેવાનો રજૂઆત કરવા પહોંચ્યા હતા ત્યારે તેમની રજૂઆત સાંભળવામાં ન આવતા તેઓ દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો હતો.આમ આદમી પાર્ટી દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે કે વિકાસના કામોમાં મોટા પાયે ભ્રષ્ટાચાર ચાલે છે જેની સામે તપાસ કરવાની તેઓ દ્વારા માંગ કરવામાં આવી છે.બાદમાં તાલુકા વિકાસ અધિકારી આવતા રજુઆત સાંભળવામાં આવી હતી