New Update
ભરૂચના વટારીયા ખાતે આવેલી છે યુપીએલ યુનિવર્સીટી
યુનિવર્સિટી દ્વારા યોજાયો સન્માન સમારોહ
વિદ્યાર્થીઓના સન્માન સમારોહનું આયોજન
552 વિદ્યાર્થીઓને કરાયા સન્માનિત
આમંત્રીતો રહ્યા ઉપસ્થિત
ભરૂચના વાલિયાના વટારીયા ગામની યુપીએલ યુનિવર્સિટી ઓફ સસ્ટેનેબલ ટેકનોલોજીના વિદ્યાર્થીઓનો અભ્યુત્થાન-૨૦૨૪ સન્માન સમારોહ અંકલેશ્વરના ડાયમંડ ચિલ્ડ્રન થિયેટર ખાતે યોજાયો હતો
ભરૂચના વાલિયાના વટારીયા ગામની યુપીએલ યુનિવર્સિટી ઓફ સસ્ટેનેબલ ટેક્નોલોજી દ્વારા વિદ્યાર્થીઓની સિદ્ધિઓને સન્માનિત કરવા માટે અંકલેશ્વર જી.આઈ.ડી.સી.માં આવેલ ડાયમંડ ચિલ્ડ્રન થીયેટર ખાતે અભ્યુત્થાન-૨૦૨૪ સન્માન સમારોહ યોજાયો હતો જેમાં ડિપ્લોમા એન્જિનિયરિંગ, બેચલર ઑફ એન્જિનિયરિંગ, અનુસ્નાતક કાર્યક્રમો, બી.એસ.સી અને એમ.એસ.સી.ના વિદ્યાર્થીઓ મળી કુલ ૫૬૨ વિદ્યાર્થીઓને આમંત્રિત મહેમાનોના હસ્તે ઇનામ સાથે પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા હતા.
આ કાર્યક્રમમાં ગુજરાત ગાર્ડિયન કંપનીના યુનિટ હેડ ગૌરવ ચંદ્રા અને દહેજની રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના પૂર્વ પ્રમુખ સુશીલ કુમાર, અંકલેશ્વર રોટરી એજ્યુકેશન સોસાયટીના ચેરમેન સાન્દ્રા આર. શ્રોફ,યુપીએલ યુનિવર્સિટી ઓફ સસ્ટેનેબલ ટેક્નોલોજીના પ્રમુખ અશોક પંજવાણી અને યુનિવર્સિટીના પ્રોફેશર શ્રીકાંત વાઘ અને સ્ટાફ તેમજ વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.
Latest Stories