અંકલેશ્વર: નર્મદા મૈયા બ્રિજ પર 5 વાહનો વચ્ચે અકસ્માત, 2 લોકોને ઇજા

ભરૂચ અંકલેશ્વરને જોડતા નર્મદા મૈયા બ્રિજ પર ફરી એકવાર અકસ્માત સર્જાયો હતો. નર્મદા મૈયા બ્રિજ પર ગતરોજ રાત્રીના સમયે કુલ પાંચ વાહનો વચ્ચે અકસ્માત

New Update

ભરૂચ અંકલેશ્વરને જોડતા નર્મદા મૈયા બ્રિજ પર ફરી એકવાર અકસ્માત સર્જાયો હતો. નર્મદા મૈયા બ્રિજ પર ગતરોજ રાત્રીના સમયે કુલ પાંચ વાહનો વચ્ચે અકસ્માત સર્જાતા દોડધામ મચી જવા પામી હતી.

બ્રિજ પર ત્રણ કાર અને બે રીક્ષા વચ્ચે અકસ્માત સર્જાયો હતો. અકસ્માતની ઘટનામાં બે લોકોને નાની મોટી ઈજા પહોંચી હતી. જોકે અકસ્માતના કારણે બ્રિજ પર થોડા સમય માટે ટ્રાફિકજામની પરિસ્થિતિનું નિર્માણ થયું હતું.આ અંગેની જાણ થતાની સાથે જ પોલીસ કાફ્લો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને અકસ્માતગ્રસ્ત વાહનોને બાજુ પર ખસેડી વાહન વ્યવહાર પૂર્વવ્રત કરાવ્યો હતો.

Latest Stories