New Update
/connect-gujarat/media/media_files/2025/08/23/accident-2025-08-23-13-06-33.jpg)
અંકલેશ્વર જી.આઈ.ડી.સી.માં આવેલ જલધારા ચોકડી સ્થિત મૌર્યા રેસિડેન્સીમાં રહેતા દિપક અનિલ પાટીલ ગતરોજ રાતે કાપોદ્રા પાટિયા સ્થિત ખેતલાઆપા ટી-સ્ટોલ પર બેઠો હતો. તે સમયે તેઓની મિત્ર વિક્રમસિંગ રામચરણ સિંગ અને શિવા ચાવડા બાઇક લઈને ત્યાં આવ્યા હતા.અને લક્ષ્મણ નગર ખાતે બાઇક લઈ ત્રણેય મિત્રો જઈ રહ્યા હતા. તે દરમિયાન કનોરિયા ચોકડી પાસે માર્ગ ઉપર અચાનક શ્વાન આવી જતા બાઈક સવાર વિક્રમસિંગએ તેને બચાવવા જતા રોડ ઉપર બેદરકારી પૂર્વક અને પાર્કિંગ લાઈટ વિના ઉભેલ ટેન્કર પાછળ ભટકાતા અકસ્માત સર્જાયો હતો.
આ અકસ્માતમાં ગંભીર ઇજાઓને પગલે ત્રણેય ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર અર્થે અંકલેશ્વરની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.જ્યાં સારવાર મળે તે પહેલા જ વિક્રમસિંગનું કરુણ મોત નીપજ્યું હતું.અકસ્માત અંગે જી.આઈ.ડી.સી.પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
Latest Stories