અંકલેશ્વર : આર.એમ.પટેલ વિદ્યાસંકુલ ખાતે પ્રવૃત્તિ દિનની વિશેષ ઉજવણી

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર શહેરના હાંસોટ રોડ ઉપર આવેલ આર.એમ.પટેલ વિદ્યાસંકુલ ખાતે પ્રવૃત્તિ દિનની વિશેષ ઉજવણી કરવામાં આવી હતી.

New Update

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર શહેરના હાંસોટ રોડ ઉપર આવેલ આર.એમ.પટેલ વિદ્યાસંકુલ ખાતે પ્રવૃત્તિ દિનની વિશેષ ઉજવણી કરવામાં આવી હતી. જેમાં વિવિધ સ્પર્ધામાં શાળાના બાળકો ઉત્સાહભેર ભાગ લીધો હતો.

અંકલેશ્વર શહેરના હાંસોટ રોડ પર આવેલ આર.એમ.પટેલ વિદ્યાસંકુલ દ્વારા વિવિધ પ્રવૃત્તિ થકી બાળકોમાં રહેલી સુષુપ્ત શક્તિને બહાર લાવવાની સાથે બાળકો ઉત્તમ શિક્ષણ મેળવે તેવા ધ્યેય સાથે વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવે છેત્યારે આજરોજ આર.એમ.પટેલ વિદ્યાસંકુલ ખાતે પ્રવૃત્તિ દિન નિમિત્તે વિશેષ ઉજવણી કરવામાં આવી હતી. જેમાં બાળભવન વિભાગના બાળકો માટે રેઇન-ડેની ઉજવણી કરવામાં આવી હતી.

આ ઉજવણીમાં બાળકોએ છત્રી સાથે  વર્ષાગીતની મઝા માણી હતી. આ સાથે જ પ્રાથમિક વિભાગમાં ધોરણ 1થી 8ના બાળકો માટે  મહેંદી સ્પર્ધાકેશગુંફણ સ્પર્ધા તેમજ વર્ષાગીત સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં બાળકોએ  ભાગ લઇ પોતાની સુષુપ્ત શક્તિને ઉજાગર કરી હતી. આ પ્રસંગે શાળાના ટ્રસ્ટી સંદીપ જે. પટેલ દ્વારા સ્પર્ધામાં વિજેતા બાળકોને પ્રોત્સાહનના ભાગરૂપે ભેટ પુરસ્કૃત કરવામાં આવી હતી. પ્રવૃત્તિ દિનની ઉજવણી દરમ્યાન શાળાના મેનેજીંગ ડિરેક્ટર ધર્મેન્દ્રસિંહ જાદવશાળાના સુપરવાઈઝર રેખાબેન પટેલ સહીત શિક્ષક સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો.

#Bharuch #Ankleshwar #celebration #Activity #RM Patel Vidyasankul
Here are a few more articles:
Read the Next Article