New Update
/connect-gujarat/media/media_files/2025/03/14/gJeRdnAwhBjXLo0L8Swq.jpg)
અંકલેશ્વરની પાનોલી જી.આઈ.ડી.સી.માં આવેલ સાવરિયા શક્તિ લોજીસ્ટ્રીક સોલ્યુશનસ કંપનીના શેડમાંથી લોજીસ્ટિક આસિસ્ટન્ટ મેનેજરે ટ્રાન્સપોર્ટર સાથે મળી રૂ. 4 કરોડનું કેમિકલ સગેવગે કરી છેતરપીંડી આચરતા પોલીસ ફરિયાદ નોંધાઇ છે.
ભરૂચના વાગરાના વિલાયત સ્થિત આદિત્ય બિરલા ગ્રાસીમ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડનું પાનોલી જી.આઈ.ડી.સી.માં આવેલ સાવરિયા શક્તિ લોજીસ્ટ્રીક સોલ્યુશનસ શેડ વેર હાઉસ ખાતે ઇમ્પોર્ટ ઇપોક્ષી અને ઇમોક્ષીને લગતા અન્ય કેમિકલ સ્ટોર કરવામાં આવે છે.જે ગોડાઉન ખાતે લોજીસ્ટિક આસિસ્ટન્ટ મેનેજર તરીકે નિગમકુમાર જગદીશ દવે નોકરી કરે છે.જેઓએ તારીખ-1-5-24થી 30-1-25 સુધીમાં 17 જેટલી ગાડીઓના ખોટા બિલો બનાવી 284.98 મેટ્રિક ટન કેમિકલ આદિત્ય બિરલા ગ્રાસીમ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ કંપનીમાં મોકલવાને બદલે બારોબાર સગેવગે કરી રૂપિયા 4 કરોડની છેતરપીંડી કરી હતી.છેતરપીંડી અંગે આદિત્ય બિરલા ગ્રાસીમ કંપનીમાં ડેપ્યુટી જનરલ મેનેજર નીરવ વોરાએ પાનોલી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. પાનોલી પોલીસે ફરિયાદના આધારે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.