અંકલેશ્વર: તંત્ર દ્વારા મુખ્યમાર્ગ પરના દબાણો હટાવવાની ઝુંબેશ શરૂ, પોલીસ બંદોબસ્ત સાથે રખાયો

અંકલેશ્વર તાલુકા વહીવટી તંત્ર અને નગર સેવા સદન દ્વારા આજરોજ દબાણ હટાવો ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી જેમાં એશિયાડ નગરથી રેલવે સ્ટેશન સુધીના માર્ગ પર મુખ્ય માર્ગને અડીને ઊભા કરાયેલા ગેરકાયદેસર દબાણો હટાવવામાં આવ્યા

New Update
  • અંકલેશ્વરમાં તંત્રની કાર્યવાહી

  • દબાણ હટાવો ઝુંબેશ શરૂ કરાય

  • મુખ્યમાર્ગ પરના દબાણો હટાવાયા

  • પોલીસ બંદોબસ્ત સાથે રખાયો

  • આવનારા દિવસોમાં પણ ઝુંબેશ ચાલુ રહેશે

અંકલેશ્વરમાં વહીવટી તંત્ર દ્વારા મુખ્ય માર્ગને અડીને ઊભા કરાયેલા ગેરકાયદેસર દબાણો દૂર હટાવવાની કાર્યવાહી હાથ ધરવામાં આવતા દબાણકર્તાઓમાં ફફડાટ ફેલાયો હતો
અંકલેશ્વર શહેરમાં મુખ્ય માર્ગને અડીને ઉભા કરાયેલ ગેરકાયદેસર દબાણોના કારણે વાહન વ્યવહારને અડચણ પહોંચતું હોવાની અનેક ફરિયાદો તંત્રને મળી હતી જેના ભાગરૂપે અંકલેશ્વર તાલુકા વહીવટી તંત્ર અને નગર સેવા સદન દ્વારા આજરોજ દબાણ હટાવો ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી જેમાં એશિયાડ નગરથી રેલવે સ્ટેશન સુધીના માર્ગ પર મુખ્ય માર્ગને અડીને ઊભા કરાયેલા ગેરકાયદેસર દબાણો હટાવવામાં આવ્યા હતા.
આ કામગીરી દરમિયાન કોઈ ઘર્ષણ ન સર્જાય તે માટે પોલીસ બંદોબસ્ત પણ સાથે રાખવામાં આવ્યો હતો.અંકલેશ્વર મામલતદાર કરણસિંહ રાજપુત, ચીફ ઓફિસર કેશવ કલોડીયા સહિતના અધિકારીઓની હાજરીમાં આ દબાણો દૂર કરવામાં આવ્યા હતા. આવનારા દિવસોમાં પણ સમયાંતરે દબાણ હટાવવાની કામગીરી ચાલુ રહેશે.
Read the Next Article

ભરૂચ : ક્રાઇમ બ્રાન્ચે ઝઘડિયાના અંધાર કાછલા ગામ નજીક કારમાંથી વિદેશી દારૂના જથ્થા સાથે આરોપીની કરી ધરપકડ, રૂ.5.53 લાખનો મુદ્દામાલ જપ્ત

ભરૂચ ક્રાઇમ બ્રાન્ચની ટીમને બાતમી મળી હતી કે ગુલા ફળીયા ગામનો શશીકાંત હરીસીંગ વસાવા કાર નંબર- GJ-16-DP-7157 માં ઇંગ્લીશ દારૂનો જથ્થો ભરી શીયાલી ચોકડી

New Update
guj
ભરૂચ ક્રાઇમ બ્રાન્ચની ટીમને બાતમી મળી હતી કે ગુલા ફળીયા ગામનો શશીકાંત હરીસીંગ વસાવા કાર નંબર- GJ-16-DP-7157 માં ઇંગ્લીશ દારૂનો જથ્થો ભરી શીયાલી ચોકડી થઇ માલપોર થઇ અંધાર કાછલા તરફ જનાર છે જે બાતમીના આધારે અંધાર કાછલા ગામ પહેલા આવતા ઢોળાવ પર રોડ પર બાતમી વાળી કાર આવતા તેને અટકાવી અંદર તપાસ કરતા  વિદેશી દારૂની મોટી બોટલ તથા બીયર ટીન નંગ- ૮૪ કી.રૂ. ૫૩,૭૬૦/- તથા વેગેનાર ફોર વ્હીલ ગાડી નંબર- GJ-16-DP-7157 કી.રૂ. ૫,૦૦,૦૦૦/- મળી કુલ કિ.રૂ. ૫,૫૩,૭૬૦/- નો મુદ્દામાલ સાથે આરોપી શશીકાંત હરીસીંગ વસાવા રહે, ગુલા ફળીયા ગામ તા- ઝઘડીયા જી-ભરૂચની  ધરપકડ કરવામાં આવી હતી.આ મામલામાં પોલીસે 2 આરોપીને વોન્ટેડ જાહેર કર્યા છે.