New Update
અંકલેશ્વર હાઇવે પર પાનોલી નજીક એસટી બસ ચાલકે બાઈક સવાર દંપતીને અડફેટે લેતા પતિના મોત બાદ પત્નીનું આજરોજ ટૂંકી સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. અંકલેશ્વર તાલુકાના સુણેવકલલા ગામમાં રહેતા મનોજ પટેલ પોતાની પત્ની સાથે બાઈક લઇ ગતરોજ સવારના અરસામાં ભરૂચ ખાતે જઈ રહ્યા હતા તે દરમિયાન અંકલેશ્વર હાઇવે ઉપર કાપોદ્રા ગામની સીમમાં પરિવાર હોટલ પાસેથી પસાર થઇ રહ્યા હતા તે વેળા પુરપાટ ઝડપે ધસી આવેલ એસટી બસના ચાલકે બાઈક સવાર દંપતીને ટક્કર મારતા પતિ-પત્ની બન્ને માર્ગ પર પટકાયા હતા.
ગંભીર ઈજાના પગલે પતિ મનોજભાઈનું ઘટના સ્થળે કમકમાટી ભર્યું મોત નિપજ્યું હતું જ્યારે પત્નીને 108 એમ્બ્યુલન્સ મારફતે સારવાર અર્થે અંકલેશ્વરના ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.જ્યાં ટૂંકી સારવાર દરમિયાન પ્રણિતાબેન પટેલનું આજરોજ કરુણ મોત નીપજ્યું હતું.
Latest Stories