New Update
-
અંકલેશ્વરમાં કરવામાં આવ્યું આયોજન
-
નાઈટ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન
-
અંકલેશ્વર ઉદ્યોગ મંડળ દ્વારા આયોજન કરાયું
-
કુલ 20 ટીમોએ ટુર્નામેન્ટમાં લીધો ભાગ
-
આમંત્રિતો અને આગેવાનો જોડાયા
અંકલેશ્વર ઉદ્યોગ મંડળ અને નોટિફાઇડ એરીયા ઓથોરીટીના સંયુક્ત ઉપક્રમે 2025 નાઈટ ક્રિકેટ ટુર્નામેન્ટનો પ્રારંભ કરવામાં આવ્યો છે.
અંકલેશ્વર ઉદ્યોગ મંડળ અને નોટિફાઇડ એરીયા ઓથોરિટી દ્વારા પ્રતિવર્ષ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવે છે ત્યારે આ વર્ષે પણ AIA કપ 2025 નાઈટ ક્રિકેટ ટુર્નામેન્ટનું ડી.એ.આનંદપુરા સ્પોર્ટ્સ કોમ્પલેક્સ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું જેનો પ્રારંભ કરવામાં આવ્યો છે.આ પ્રસંગે અંકલેશ્વર જીઆઇડીસી પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર આર.એચ.વાળા, નોટિફાઇડ એરીયા ઓથોરિટીના ચેરમેન અમુલક પટેલ, અંકલેશ્વર ઉદ્યોગ મંડળના પૂર્વ પ્રમુખ જશુ ચૌધરી, નોટીફાઇડ એરિયા ઓથો.ના ચીફ ઓફિસર ચિંતન પટેલ સહિતના આગેવાનો તેમજ આમંત્રિતો ઉપસ્થિત રહ્યા હતા. આ ક્રિકેટ ટુર્નામેન્ટમાં કુલ ૨૦ ટીમોએ ભાગ લીધો છે. ટુર્નામેન્ટની પ્રથમ મેચ પોલીસ અને પ્રેસ ઇલેવન વચ્ચે રમાઈ હતી જેમાં પોલીસની ટીમનો ભવ્ય વિજય થયો હતો.
Latest Stories